ગોવિંદાની ભાણી આરતી સિંહે પોતાના પ્રેમી દિપક ચૌહાણ સાથે મુંબઈના ઇસ્કોન મંદિરમાં કર્યા લગ્ન, મંગળસૂત્ર પહેરાવતા એવું થયું કે તેમના ચાહકો પણ રડી પડ્યા – જુઓ વાયરલ વિડિયો

હાલમાં બોલીવુડના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ રહ્યા છે આ માહોલ વચ્ચે ટીવી શો ની અભિનેત્રી આરતી સિંહે મુંબઈના બિઝનેસમેન દિપક ચૌહાણ સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.

આ લગ્ન ખૂબ જ ધામધૂમ અને શાનદાર રીતે કરવામાં આવ્યા હતા. આરતી સિંહે વર્ષોથી દીપક ચૌહાણ સાથે લગ્ન કરવાનું સપનું જોયું હતું આખરે તે 25 એપ્રિલ ના રોજ પૂર્ણ થયું હતું. આ લગ્નનું આયોજન જુહુ ના ઇસ્કોન મંદિરમાં કરવામાં આવ્યું હતું. એમાં સંપૂર્ણ મંત્રોચ્ચાર તથા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા હતા.

હાલમાં તો આ શાનદાર અને ભવ્ય લગ્નની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં લોકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી નવા લગ્ન જીવન માટે અભિનંદન પાઠવી રહ્યા છે. આ લગ્ન દરમિયાન આરતી સિંહના અનેક લુક સામે આવ્યા હતા. વાયરલ તસવીરોમાં આરતી સિંહ પોતાના લગ્ન ફેરા માટે રેડ લેંઘો પસંદ કર્યો હતો.જે જોતા ની સાથે જ લોકો આરતી સિંહના દિવાના બની ગયા હતા. આ બાદ તેણે પિંક સાડીમાં દરેક લોકોના હોશ ઉડાવી દીધા હતા. જેની તસવીરો વાયરલ થતાની સાથે જ લોકોએ આરતી સિંહની સુંદરતાના મન ભરીને વખાણ કર્યા હતા.

આરતી સિંહના હસબન્ડ શેરવાની માં ખૂબ હેન્ડસમ અને સુંદર લાગી રહ્યા હતા તેણે પણ પોતાની સુંદરતાથી દરેક લોકોને જોવા પર મજબૂર કરી દીધા હતા. આ બંનેની જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ લગ્નમાં ભાવુકતાના અનેક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જ્યારે દિપક આરતીના ગળામાં મંગળસૂત્ર પહેરાવે છે ત્યારે આરતી ની આંખમાં આંસુ જોવા મળ્યા હતા.આ દ્રશ્ય એ તમામ લોકો ને રડાવી દીધા હતાં. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ લગ્નમાં આરતી સિંહ ના મામા ગોવિંદા પણ જોવા મળ્યા હતા. જેની એન્ટ્રી એ લગ્નમાં ધૂમ મચાવી દીધી હતી. લગ્નમાં મામા પણ બ્લેક સૂટ માં ભાણી ને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. જોકે ગોવિંદા તેની ભાણી ને ખૂબ પ્રેમ કરે છે આ જ કારણથી તેણે લગ્નમાં હાજરી આપી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *