ઘોર કળયુગમાં થયો અનોખો ચમત્કાર!!પિતા ના મૃત્યુ બાદ પણ દીકરી ના લગ્ન માં પિતા બાજનું સ્વરૂપ લઇ આવ્યા ને દીકરીના ખોળામાં બેસી આપ્યા આશીર્વાદ આ બાદ એવું થયું કે….

આપણે ઘણી વાર સાંભળ્યું છે કે દીકરીના લગ્નનો તેના પિતાને સૌથી વધારે હરખ હોય છે. દીકરીના લગ્નમાં ઘણીવાર આપણને પિતા પુત્રી નો પ્રેમ જોવા મળે છે જે દ્રશ્ય જોતાની સાથે જ આપણે પણ ભાવુક થઈ જતા હોઈએ છીએ પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે પિતાની હયાતી ન હોવા છતાં પણ પિતાએ પુત્રીના લગ્નમાં હાજરી આપી હોય પરંતુ આવું થવું શક્ય બન્યું છે. પુત્રી ના લગ્ન પહેલા પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું ત્યારબાદ પુત્રીના લગ્ન સમયે પિતાએ પક્ષીનું રૂપ ધારણ કરી દીકરીને આશીર્વાદ આપવા આવ્યા હોય તેવું ગ્રામજનો કહી રહ્યા છે.

આ ઘટનાની જો વિસ્તારપૂર્વક વાત કરીએ તો દમોહ જિલ્લાના રાંજરા ગામના રહેવાસી જાલમ સિંહનું પોતાની દીકરી ના લગ્ન પહેલા 18 એપ્રિલના રોજ ગંભીર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પરિવાર પર અચાનક આવી પડેલી આફતને કારણે બંને પક્ષના લોકોએ મંદિરમાં સાદાય પૂર્વક લગ્ન કરવાનું નક્કી કર્યું. આ બાદ બંને લોકોએ મંદિરમાં સાદગી પૂર્વક લગ્ન સંપન્ન કર્યા હતા. પરંતુ આ લગ્નના માહોલ વચ્ચે એક વાત સામે આવી હતી જ્યારે દીકરીની માતા તેના પિતાની અસ્થિને નદીમાં પધરાવા ગયા ત્યારે તેની સાથે એક ગરુડ આવ્યું હતું તે લગ્નના સમય સુધી તેના ઘરના છાપરે બેસી રહ્યું હતું.

આ બાદ દીકરીની માતા નજીક આવતાની સાથે જ તે ગરુડ તેના ખોળામાં બેસી ગયું દીકરીની માં ને લાગ્યું કે તે જરૂર ભૂખ્યો હશે તેથી તેને ખોરાક પાણી અને દૂધની વ્યવસ્થા કરી આપી. આ બાદ તે સંપૂર્ણ લગ્નમાં પરિવારના એક સભ્યના ખભે બેસે લગ્નને નિહાળ્યા હતા ત્યારબાદ વરમાળા ના સમયે દીકરી ના પિતાની જેમ જ ઉદાસ ખુરશી પર બેઠું હતું તથા વિદાય સમયે તેની આંખમાં આંસુ પણ જોવા મળ્યા હતા.

કન્યાએ મંડપમાંથી વિદાય લેતાની સાથે જ તે પોતાની પાંખ જોર જોરથી ફડફડાવા લાગ્યું. આ બાદ કન્યાને નવાઈ લાગતા આ પક્ષીને ભોજન કરાવ્યું હતું. ત્યારબાદ તે જોત જોતામાં ગાયબ થઈ ગયું હતું.

આ ચમત્કાર બાદ તમામ ગ્રામજનો કહી રહ્યા હતા કે દીકરીના પિતા દીકરીને આશીર્વાદ આપવા માટે પક્ષીના રૂપમાં આવ્યા હશે હાલમાં તો આ વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે જેમાં ઘણા લોકો અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ કહી રહ્યા છે તો ઘણા લોકો કળિયુગનો ચમત્કાર કરી રહ્યા છે તો ઘણા લોકોએ કહ્યું કે પિતા અને પુત્રીના પ્રેમને કોઈ અલગ કરી શકતું નથી તે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈપણ રૂપ લઈ દીકરી ની પાસે જરૂર આવી જાય છે હાલમાં તો આ લગ્નમાં થયેલા ચમત્કાર વિશે લોકો પોતાના અલગ અલગ મંતવ્યો દર્શાવી રહ્યા છે તથા આ કિસ્સો એક ચર્ચાનો વિષય બની ગયો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *