રાજસ્થાનના યુવકે માત્ર બે વીઘામાં શરૂ કરી ખેતી, આજે 3000 ખેડૂતોની ટીમ સાથે વર્ષે મેળવે છે 60 કરોડનું ટર્નઓવર જાણો કઈ પદ્ધતિથી મેળવી આટલી મોટી સફળતા
આપણા ભારત દેશમાં ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે કારણ કે તે દિવસ રાત મહેનત કરી દરેક લોકો સુધી ભોજન પહોચાડે છે તેથી જ ખેડૂતને કળિયુગનો ભગવાન પણ કહેવામાં આવ્યો છે.આજ ના યુવાનો ઘણી વખત પોતાની આવડત કળા અને અભ્યાસલક્ષી વિચારને ખેતીમાં મૂકી અનેક સુવિધાઓ ખેતી ક્ષેત્રે લાવતા હોય છે જેને કારણે દેશના અનેક ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય છે. હાલમાં એક એવા જ યુવાનની વાત કરવા જઈ રહ્યા છીએ.
રાજસ્થાનના જાલોર જિલ્લાનો એક યુવાન બાળપણથી જ ખેતીમાં જવા ઈચ્છતો હતો પરંતુ તેના પિતા તેને સરકારી નોકરી કરાવવાની ઈચ્છા ધરાવતા હતા. પરંતુ બાળપણથી જ ખેતી પ્રત્યે રસ ધરાવતા યુવાને એક પણ વાર સરકારી નોકરી વિશે વિચાર્યું ન હતું. પરિવારે અનેક પ્રયત્નો કર્યા છતાં પણ યુવક સરકારી વિશે માન્યો ન હતો.
અભ્યાસ દરમ્યાન પણ યોગેશ સતત ખેતી વિશે વિચાર્યા કરતો હતો. ત્યારબાદ તેણે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓર્ગેનિક ફાર્મિંગ માં ડિપ્લોમા કર્યું હતું. આ બાદ તેને આ ક્ષેત્રમાં ઘણી સફળતા મળી. પરંતુ પરિવાર આ વાતથી ખુશ ન હતો. તેને પોતાના દીકરાને સરકારી નોકરીમાં મોકલવાની ઈચ્છા હતી. પરંતુ ઘણા લોકો કહી રહ્યા હતા કે તે ખેડૂતનો સુપરવાઇઝર બની આ ક્ષેત્રે મદદ કરે પરંતુ યોગેશ ને ખેતી કામ જ કરવું હતું. યોગેશ કરી રહ્યો છે કે મને આ ક્ષેત્રે કોઈપણ જાતનો અફસોસ નથી અને હું ક્યારેય હારીશ પણ નહીં.
જ્યારે યોગેશે અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ ઓર્ગેનિક ખેતીનું ભવિષ્ય હતું. તેથી તેને આ વિષય પર વધારે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેણે વિચાર્યું કે જીરાને રોકડીયો પાક કહેવામાં આવે છે અને તેની બજારમાં કિંમત અને માંગ પણ વધારે છે. એણે પોતાની મહેનત વડે બે વીઘામાં જીરાની ખેતી શરૂ કરી તે ક્યારેય પોતાના જીવનમાં હિંમત હાર્યો ન હતો અને સતત પ્રયત્નો શરૂ કર્યા.
યોગેશ એ શરૂઆતમાં માત્ર સાત ખેડૂતોની મદદ લઇ ખેતીની શરૂઆત કરી હતી પરંતુ આજે તેની સાથે 3000 કરતાં પણ વધારે ખેડૂતો જોડાયેલા છે. 2010 માં તેનું ટન ઓવર 10 લાખ હતું. આજે તેની કંપનીનો ટન ઓવર 60 કરોડથી પણ વધુ છે. આજે આ ₹3,000 ખેડૂતોની વાત માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. યોગેશની મહેનતને કારણે જાપાનની કંપની ભારત આવી જીરૂ વિશે તપાસ કરી ત્યારબાદ તેનું જીરું જાપાન માટે સપ્લાય કર્યું જાપાનના લોકોને અને તેની કંપનીને આ જીરું ખૂબ જ પસંદ આવ્યું. આબાદ અન્ય દેશોમાંથી પણ યોગેશ એ પોતાનું જીરું સપ્લાય કર્યું.
હાલમાં યોગેશ સાથે કામ કરતા 3000 કરતા પણ વધારે ખેડૂતો પોતાના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે c1 c2 અને c3 આવી રીતે ત્રણ વિભાગમાં દરેક ખેડૂતો પોતાનું કામ કરી રહ્યા છે. હાલમાં તો આ યુવકની ચર્ચા ચારે તરફ થઈ રહી છે તેને પોતાની મહેનત અને સંઘર્ષો વડે ખેડૂતને આજના સમયમાં અનોખી ભેટ આપી છે.