IPLના માહોલ વચ્ચે ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા સામે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડના આ મહાન 20 વર્ષીય ખેલાડીનું થયું મૃત્યુ સમગ્ર ક્રિકેટ જગતમાં શોક નો માહોલ
હાલ સમગ્ર દેશમાં ipl 2024 નો માહોલ ચાલી રહ્યો છે. અને હવે ટૂંક સમયમાં અમેરિકામાં t20 વર્લ્ડ કપ માટે તમામ ટીમોની પસંદગી થઈ ચૂકી છે પરંતુ આ માહોલ વચ્ચે ક્રિકેટ જગતમાં ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેને લઇ ક્રિકેટના ચાહકોમાં પણ દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં ઇંગ્લેન્ડના ક્રિકેટર જેસ બેકર નું મોત થયું છે. આ ક્રિકેટરે પોતાના મોતના દિવસ પહેલા જ પોતાની ટીમ માટે ત્રણ વિકેટ ઝડપી ટીમ ને જીત અપાવી હતી.
પરંતુ આ જ સફળ મેચ તેના જીવનની અંતિમ મેચ બની ગઈ હતી. આ સમાચારથી સમગ્ર ક્રિકેટ જગતમાં દુઃખની લાગણી જોવા મળી હતી. આ ક્રિકેટરે માત્ર 17 વર્ષની ઉંમરમાં જ ક્રિકેટ ક્ષેત્રે અનેક સફળતા મેળવી હતી. અત્યાર સુધી તેને 70 કરતાં પણ વધારે વિકેટો સફેદ બોલમાં લીધી છે.
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટર કહી રહ્યા છે કે અમે આ સમાચારથી ખૂબ જ દુઃખી છીએ અમારા માટે તે ખેલાડી કરતાં પણ વિશેષ છે. તે અમારા ક્રિકેટ પરિવારનો એક ભાગ છે અમે તેને કાયમ યાદ રાખીશું. અમારી તમામ લાગણી જોશના પરિવાર સાથે અને તેના મિત્રોથી જોડાયેલી છે. ઇંગ્લેન્ડ તરફથી તેમને અન્ડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં ખૂબ સારું પર્ફોર્મન્સ કરી સૌ લોકોના દિલ જીતી લીધા હતા.
આ ઇંગ્લેન્ડનો ખેલાડી માત્ર બોલર હોવા છતાં પણ ઘણીવાર અનેક મેચોમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કરી તેમને અનેક જીત અપાવી છે. તેણે અનેકવાર બોલર હોવા છતાં પણ મેચમાં અર્ધશતક લગાવી ટીમને સફળતા અપાવી હતી. 2022 માં તેણે અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે. પરંતુ એકવાર આ બોલરની ઓવરમાં ઇંગ્લેન્ડ કેપ્ટન બેન સ્ટોકે પાંચ સિક્સર અને એક ફોર સાથે બોસની ઓવરમાં 34 રન બનાવ્યા હતા.
આ મેચ બાદ whatsapp કરી બેન્ક સ્ટોક ખેલાડીને જણાવ્યું હતું કે તમારામાં અપાર પ્રતિભા અને શક્તિ છે એક મેચ તમારું ભવિષ્ય નક્કી નથી કરી શકતી માટે તમે સર્વશ્રેષ્ઠ રમો છો. આ ખેલાડીએ પોતાની ટીમમાં એક અલગ ઓળખ ઊભી કરી હતી પરંતુ આ દુઃખદ સમાચારથી સમગ્ર ક્રિકેટ જગત શોકની લાગણીમાં ગરકાવ થયું હતું. અન્ય ટીમના ખેલાડીઓએ પણ પોસ્ટ અને સ્ટોરી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી.