ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં વ્યક્તિ નહીં પરંતુ કુતરાઓ છે કરોડપતિ તેમની પાછળનું રહસ્ય જાણી તમે પણ ચોકી જશો
આજે આવા ઘોર કળિયુગમાં પણ માનવતાના ઉત્તમ ઉદાહરણો આપણી આસપાસ જોવા મળી રહે છે જેની વાત સાંભળી આપણને ઘણીવાર લાગે છે કે આજના સમયમાં પણ માનવતા જીવંત છે આવું જ એક ઉત્તમ ઉદાહરણ ગુજરાતના મહેસાણા જિલ્લાના પંચોત ગામમાં જોવા મળ્યું હતું. આ ગામમાં કોઈ વ્યક્તિ નહીં પરંતુ કુતરાઓ કરોડપતિ છે આ વાત જાણીને આપને પણ નવાઈ લાગશે પરંતુ આજે આપણે તેમના રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ ગામમાં લોકો દ્વારા મધ ની પતિ કુતરિયા ટ્રસ્ટ ચલાવવામાં આવે છે. આ કુતરાઓની સેવા માટે ટ્રસ્ટ દ્વારા 21 વીઘા જમીન ખેડવામાં આવે છે. આ જમીન કુતરાઓની માલિકીની નથી પરંતુ ખેતીમાંથી થતી તમામ આવક કૂતરાઓની સેવા પાછળ ખર્ચાય છે. આજના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિ એક ફૂટી કોડી દેવા પણ તૈયાર નથી.
આવા સમયમાં 21 વીઘા જમીન ખેડી તમામ આવક કુતરા પાછળ ખર્ચાય છે ત્યારે ખરેખર આવું લાગી રહ્યું છે કે આજના સમયમાં પણ માનવતા જીવંત છે. આ જમીન રાધનપુર મહેસાણા બાયપાસ આવેલી છે. આ જમીનની હાલમાં કિંમત 3.5 કરોડ પ્રતિ વીઘા છે આ તમામ જમીન ગામના લોકો દ્વારા કૂતરાઓના સેવા પાછળ સમર્પિત કરવામાં આવી છે.
આ ટ્રસ્ટના અધ્યક્ષ દ્વારા જાણવામાં આવ્યું કે આ અમારી ખૂબ જૂની પરંપરા છે. શરૂઆતમાં આ પરંપરા દ્વારા જમીનનો ટુકડો કૂતરાની સેવા પાછળ સમર્પિત કરવામાં આવતો હતો. આ જમીન 70 વર્ષ પહેલા અમારા ટ્રસ્ટ હેઠળ આવી હતી. સમયની સાથે જમીનના ભાવોમાં પણ ઘણો વધારો થયો છે પરંતુ હાલમાં પણ આ જમીન વેચવાની જગ્યાએ કુતરા ના સેવા પાછળ દાન કરવામાં આવી છે.
આ ટ્રસ્ટ માત્ર કુતરા પાછળ જ નહીં પરંતુ તમામ પ્રાણી પક્ષીઓ ની પણ સેવા કરે છે. આ ટ્રસ્ટ દ્વારા 2015માં એક રોટલા ઘર બનાવવામાં આવ્યું હતું. બે સ્ત્રીઓ દ્વારા પ્રાણીઓ માટે ૮૦ કરતા પણ વધારે રોટલા બનાવવામાં આવતા હતા. ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા સવારે 7:30 વાગ્યે તમામ રોટલા નું વિતરણ કરવામાં આવતું હતું. તમામ સેવા કાર્ય પાછળ સ્વયંસેવકે પોતાનું સિંહ ફાળો આપ્યો છે આજ કારણથી અમે સેવા કાર્યનું કામ કરવામાં સફળ રહ્યા છીએ તેવું ટ્રસ્ટના અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું.