આને કહેવાય ઈમાનદારી!! અમદાવાદના બેન્ક કર્મચારીને રસ્તા પર કરોડો રૂપિયાના સોના દાગીના મળતા તેણે એવું કર્યું કે…
આજના સમયમાં કોઈ વ્યક્તિમાં સંસ્કાર અને ઈમાનદારી ભાગ્યે જ જોવા મળે છે. આ ઘોર કળિયુગમાં દરેક જગ્યાએ ચોરી ભ્રષ્ટાચારી અને લૂંટફાટના દ્રશ્યો વધારે જોવા મળતા હોય છે પરંતુ ઘણીવાર આપણી આસપાસ ઈમાનદારીના ખૂબ નજીકથી દર્શન થતા હોય છે. આવા વ્યક્તિઓ મતલબી દુનિયામાં પણ ઈમાનદારીને જીવંત રાખતા હોય છે.
આવી જ એક વાત અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી. જોકે આમ તો પોલીસ દ્વારા ચોરી લૂંટફાટ અને ભ્રષ્ટાચારીની ખબરો સામે આવતી હોય છે પરંતુ અમદાવાદ પોલીસ દ્વારા ઈમાનદારી નું જીવન ઉદાહરણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવ્યું હતું. આ વાત સાંભળી લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા તથા ઈમાનદારીના ખૂબ નજીકથી લોકોને દર્શન થયા હતા.
આ વાતની જો વિસ્તારપૂર્વક વાત કરીએ તો અમદાવાદ ખાડીયા વિસ્તારમાં બેંકમાં નોકરી કરતા કર્મચારીને રસ્તા પર જતી વખતે ખાડિયાની હવેલી ની પોળ ખાતે ગાંઠ બાંધેલા રૂમાલમાં આશરે 7 લાખ 50000 રૂપિયા ના સોના દાગીના મળ્યા હતા. આ બાદ તેને ઈમાનદારી રાખી મૂળ માલિકને સાચી ઓળખ કરાવી તેમને સલામત રીતે પરત કર્યા હતા.
આ વાત સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ બેન્ક કર્મચારીની ઈમાનદારીના લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા તથા અમદાવાદ પોલીસ અને સોના દાગીના ના માલિક દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કિસ્સો જોતા ખરેખર દરેક લોકો કહી રહ્યા હતા કે આજના આ ઘોર કળિયુગમાં પણ ઈમાનદારી જીવંત છે આવા લોકો સમગ્ર દેશ માટે અનમોલ રત્ન છે. હાલ માં તો આ ઈમાનદારી નો કિસ્સો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોએ ખૂબ લાઈક અને કોમેન્ટ કરી બેન્ક કર્મચારીના વખાણ કર્યા હતા