|

લોક ગાયિકા ગીતાબેન રબારી કતાર દેશમાં જોવા મળ્યા અલગ અંદાજમાં, હાથમાં પર્સ રાખી ગોગલ્સ પહેરી કરાવ્યું આકર્ષક ફોટોશૂટ જુઓ વાયરલ સુંદર તસવીરો

લોક ગાયિકા ગીતાબેન રબારી આજે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકસંગીતની ઓળખ ઉભી કરી છે.આ જ કારણથી ગીતાબેનના ચાહકો આજે માત્ર ભારતમાં નહીં પરંતુ વિદેશના અનેક દેશમાં જોવા મળે છે જે તેમને ખૂબ પ્રેમ સાથ અને સહકાર આપે છે. ગીતાબેન રબારી ના સુર ને સાંભળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો તેમના કાર્યક્રમ અને લોક ડાયરામાં જોવા મળે છે.

ગીતાબેન રબારી પણ પોતાના ચાહકોને ખૂબ પ્રેમ અને સાથ આપે છે. પરંતુ હાલમાં તો તેઓ યુગાન્ડા અને કતારના પ્રવાસની મજા માણી રહ્યા છે. યુગાન્ડા અને કતારમાં રહેતા ભારતવાસીઓ એ લોક ડાયરા નું આયોજન કર્યું હતું જેમાં ગીતાબેન રબારી એ ઉપસ્થિત રહી તમામ ગુજરાતીઓને મોજ કરાવી હતી. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. યુગાન્ડાને કતાર જેવા દેશની ધરતીમાં ગુજરાતી લોક સંગીત અને ગુજરાતી સંસ્કૃતિનો ડંકો ગીતાબેન રબારી વગાડી દીધો છે.

ગીતાબેન રબારી કતાર સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં તેના ચાહકો દ્વારા લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ગીતાબેન રબારી કતાર ના સુંદર રસ્તા પર ફોટો શૂટ કરાવ્યું હતું. ગીતાબેન રબારી વાઈટ બ્લુ કોમ્બિનેશન નો ડ્રેસ અને ગોગલ્સ પહેર્યા હતા આ સાથે તેને હાથમાં પર રાખી અલગ અંદાજમાં પોઝ સાથે ફોટા પડાવ્યા હતા.

જોકે આમ તો ગીતાબેન રબારી પોતાના દરેક લોક ડાયરામાં વિદેશની ધરતીમાં પણ ભારતીય સંસ્કૃતિના પહેરવેશ માં જોવા મળે છે પરંતુ યુગાન્ડા અને કતારના પ્રવાસ પર તેઓ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા ચાહકોને તેમનો આ લોક અને પોઝ ખૂબ પસંદ આવ્યા હતા તેથી ગીતાબેન રબારી ની સુંદરતાના લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા. આજના સમયમાં ગીતાબેન રબારી માત્ર ગુજરાતને નહીં પરંતુ સમગ્ર વિશ્વની ગર્વ આપવ્યું છે. હાલમાં તો ગીતાબેન રબારી યુગાન્ડા અને કતારના પ્રવાસની મજા માણી રહ્યા છે આગળના સમયમાં પણ અનેક વિદેશના કાર્યક્રમમાં ગીતાબેન રબારી હાજરી આપશે હાલમાં તો તેમની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *