તારક મહેતાનું પાત્ર નિભાવનાર શૈલેષ લોઢાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી, ભારતીય પહેરવેશમાં પૂજા અર્ચના નો લાભ લીધો. જુઓ સુંદર તસવીરો
તારક મહેતા સીરીયલ આજે દરેક લોકો માટે લોકપ્રિય શો બની ગયો છે. કારણ કે તેમાં આવતા પાત્રો લોકોને ખૂબ જ પસંદ આવે છે આ જ કારણે આજે આ સીરીયલ સાથે સાથે તેમના દરેક પાત્રો દરેક લોકોના દિલમાં એક અલગ અને છાપ ઊભી કરી છે. આ શો 2008 થી અત્યાર સુધી દરેક લોકોને મનોરંજન કરાવી રહ્યો છે.તેથી ટીવી સીરીયલ ની દુનિયામાં આ શો ને અનેક એવોર્ડ અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે.
આ શો માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવામાં આવે છે આ સીરીયલના ચાહકો દિવસે અને દિવસે વધારે થતા જોવા મળે છે કારણ કે આ શોને બાળકો યુવાનો નહીં પરંતુ સમગ્ર પરિવાર એક સાથે બેસીને જોઈ શકે છે. આ શો માં મનોરંજન પારિવારિક ભાવના લાગણી પ્રેમ જેવા અનેક દ્રશ્યો જોવા મળે છે. તેથી જ આ શોને વધારે લોકો પસંદ કરી રહ્યા છે.
આ સીરીયલ માં આવતા અનેક પાત્રો લોકો વચ્ચે ખૂબ ચર્ચામાં રહે છે આ સાથે સાથે ઘણા પાત્રો લોકપ્રિય બની ગયા છે તેમાં પણ આ સિરિયલમાં તારક મહેતા નું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે કારણ કે તેમનો અભિનય દરેક લોકોના દિલ જીતી લે છે. આ પાત્રને સિરિયલમાં અનેક રૂપ અને ઓળખ લોકો દ્વારા મળી છે.
હાલમાં તો તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા એ ગુજરાતમાં આવેલા દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી. આટલા મોટા અભિનેતા હોવા છતાં પણ તેઓ હંમેશા પોતાના ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે તથા સિરિયલોમાં પણ અનેકવાર તેઓ સંસ્કૃતિ અને ધર્મની વાતો કરતા જોવા મળે છે આ જ કારણથી તેઓએ દ્વારકાધીશ મંદિર પહોંચી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માથું ચૂકવ્યા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમની ઝલક જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જેમની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા હતા.
દ્વારકાધીશ મંદિર પહોંચી શૈલેષ લોઢા એ પૂજા અર્ચનાનો અનેરો લાભ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે સાથે દ્વારકાધીશ મંદિર અને આસપાસના દ્રશ્યના મન ભરીને વખાણ કર્યા હતા. દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટીકરણ દ્વારા અભિનેતા શૈલેષ લોઢાનુ ખૂબ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે તેમના ફેન્સનો પણ મેળાવડો જોવા મળ્યો હતો. હાલમાં તો શૈલેષ લોઢાની દ્વારકાધીશ મંદિર સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ દ્વારા જય દ્વારકાધીશ ના નારા લગાવ્યા હતા.