કષ્ટભંજન દેવ સાળંગપુર ધામના સાધુ સંતોએ અંબાજી મંદિરમાં મા અંબેના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા, પૂજા આરતી સાથે સંતો નું કરવામાં આવ્યું ભવ્ય સન્માન જુઓ વાયરલ સુંદર તસવીરો

સમગ્ર ગુજરાતમાં હનુમાનજી મહારાજના અનેક ભવ્ય મંદિરો આવેલા છે તેમાં પણ આજના સમયમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દરેક લોકો માટે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતિક બની ગયું છે. આ મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા માટે ખૂબ દૂર દૂરથી આવે છે. દાદા દરેક ભક્તોના કષ્ટને દૂર કરી તેમના જીવનમાં ભરપૂર ખુશી આપે છે. આ મંદિરની નોંધ આજે વિશ્વ કક્ષાએ લેવામાં આવે છે.

સાળંગપુર ધામ ની પાવન ભૂમિ પર થોડા સમય પહેલા જ ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે હનુમાન જયંતિ નો મહોત્સવ ઉજવાયો હતો આ મહોત્સવના સાક્ષી બનવા માટે દેશ-વિદેશથી અનેક લોકો દાદાના દરબારમાં પધાર્યા હતા. આ સાથે સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાળંગપુર ધામ દાદાના દરબારમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

હનુમાન જયંતીના પાવન પ્રસંગ નિમિત્તે લાખો દાદા ના ભક્તોએ કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો. આ સાથે અન્નકૂટ મહોત્સવ ફૂલોત્સવ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિ ના પાવન પ્રસંગ બાદ આ મંદિરના પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિ પ્રકાશ સ્વામી અંબાજી મંદિરના દર્શને પહોંચ્યા હતા જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી.

વાયરલ તસવીરો મા આપ જોઈ શકો છો કે સાળંગપુર ધામ ના પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામી અંબાજી મંદિર પહોંચી માં અંબેના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પૂજ્ય સ્વામી સાથે સાથે સાળંગપુર ધામ સાથે જોડાયેલા અનેક સાધુ સંતો અને મહંતો જોવા મળ્યા હતા. આ બાદ સ્વામી શ્રી એ માતાજીની પૂજા આરતીનો લાભ પ્રાપ્ત કર્યો હતો. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સાળંગપુર ધામના સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે સ્વામીશ્રીએ પણ તમામ ટ્રસ્ટીગણ તથા મંદિરના સેવક ગણ નો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં આવેલ અંબાજી મંદિરમાં અનેક ભક્તોમાં અંબાના દર્શન કરવા માટે આવે છે અહીં નવરાત્રિના દિવસોમાં શ્રદ્ધાળુ દેશ-વિદેશથી માના દર્શન કરવા માટે પહોંચતા હોય છે આ કળિયુગમાં પણ અંબાજીની પાવનભૂમિ પર માં અંબે હાજર રહી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આ મંદિર પણ દરેક ભક્તોની આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાની પ્રતીક બની ગયું છે હાલમાં તો સારંગપુરના સાધુ સંતોએ આ મંદિરની મુલાકાત લઇ માં અંબેના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ની સાથે જ લોકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *