હવામાનમાં મોટા ફેરફારોને કારણે ગુજરાતના આવી શકે છે આ તબાહી સર્જીત વાવાઝોડું,જાણો કયા વિસ્તારોમાં થશે સૌથી વધુ અસર
હાલમાં તો સમગ્ર ગુજરાતવાસીઓ કાળજાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા અનેક આગાહીઓ સામે આવી છે. પરંતુ ચોમાસા પહેલા અને વાવાઝોડાનો સામનો કરવો પડે છે આ બાદ ભારતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.
હિંદ મહાસાગર જેવા પ્રદેશમાં ભારે વાવાઝોડા સાથે પવન ફુંકાવાની ઘટના બને છે. વાવાઝોડાની અસર જૂન અને ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે જોવા મળે છે જેને કારણે ભારતના અનેક વિસ્તારોમાં ચોમાસાની ધીમીધારે શરૂઆત થાય છે. જોકે હાલમાં તો ભારતમાં દર વર્ષ કરતા આ વર્ષે વધારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ગરમીથી છુટકારો મેળવવા તમામ લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે પરંતુ આ વર્ષે ચોમાસુ મોડું થવાની શક્યતા છે કારણ કે અરબ સાગર અને ખાડીના અનેક વિસ્તારોમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી જેને કારણે ગુજરાતમાં ચોમાસુ દર વર્ષ કરતા મોડું થવાની શક્યતા છે આ જ કારણથી એપ્રિલ મહિના બાદ વધારે ગરમી જોવા મળી શકે છે.
જોકે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અનેક વાવાઝોડાનો સામનો કરવો પડી રહ્યો છે ગયા બે વર્ષથી ગુજરાતમાં અનેક વાવાઝોડું તબાહી નું સર્જન કરતા હોય છે પરંતુ આ વર્ષે વાવાઝોડાની કોઈ આગાહી સામે આવી નથી. અરબી સમુદ્ર જેવા પ્રદેશમાં વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડું થવાની પૂરેપૂરી શક્યતા છે પરંતુ હજુ સુધી અરબી સમુદ્રમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. એપ્રિલ મહિના બાદ અરબી સમુદ્ર અને ખાડી જેવા વિસ્તારોમાં વાવાઝોડા ના દ્રશ્યો જોવા મળે છે પરંતુ આ વર્ષે એપ્રિલ મહિનો પૂર્ણ થયા બાદ પણ કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી જેને કારણે આવનારા સમયમાં ધીમે ધારે ચોમાસુ સાથે વરસાદ આવી શકે છે.