રવિના ટંડન અને તેની પુત્રી સંપૂર્ણ ભારતીય પહેરવેશ માં પહોંચ્યા ભીમાશંકર મહાદેવ મંદિર ની મુલાકાતે, બાર જ્યોતિર્લિંગ વિશે એવું કહ્યું કે….

રવિના ટંડન બોલીવુડની મશહુર અભિનેત્રી બની ચૂકી છે. અભિનેત્રીએ અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરી દરેક લોકોના દિલ જીતી લીધા છે તેથી જ આજે તેને બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ નો ડંકો માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વગાડ્યો છે. રવિના ટંડન આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને ક્યારે ભૂલી નથી તે અવારનવાર અને મંદિરોની મુલાકાત લેતી જોવા મળે છે.

આજ કારણથી કહી શકાય કે રવિના ટંડન આજે પણ પોતાના સંસ્કારો સાથે જોડાયેલી રહે છે તેને થોડા સમય પહેલા કુશનેશ્વર મંદિર ની મુલાકાત લીધી હતી આ મંદિર માટે સંપૂર્ણ ભારતીય પહેરવેશ માં જોવા મળી હતી તથા તેને મહાદેવના ચરણોમાં માથું ઝુકાવ્યા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ જ આશીર્વાદ ને કારણે તે આજે તમામ સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહી છે.

અભિનેત્રી અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો શેર કરતી હોય છે જેમાં તેના ચાહકો દ્વારા લાઈક અને કોમેન્ટ જોવા મળે છે હાલમાં જ તેણે પોતાની પુત્રી રાસા સાથે ભીમાશંકર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિરમાં અભિનેત્રી અને તેને પુત્રી સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતાં. વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે રવિના ટંડન ભારતીય સંસ્કૃતિને શોભે તેવી સાડી માં અને તેની પુત્રી બ્લુ કલરના ડ્રેસમાં જોવા મળે છે. બને લોકોએ મંદિરના ગર્ભગૃહમાં પૂજા પાઠ અને આરતીનો લ્હાવો પ્રાપ્ત કર્યો હતો.

રવિના ટંડન નો સમગ્ર પરિવાર ભગવાન મહાદેવ પ્રત્યે અતુટ આસ્થા શ્રદ્ધાને વિશ્વાસ ધરાવે છે. આજ કારણથી રવીના ટંડનને પહેલા પણ અનેક શિવ મંદિરોની મુલાકાત લીધી છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. રવિના ટંડનનું સપના બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવાનું છે.

અત્યાર સુધીમાં તેને અનેક જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે. રવિના ટંડન એ તસ્વીર શેર કરતાં કેપ્શન માં લખ્યું હતું કે #ભીમાશંકર #બાર જ્યોતિર્લિંગ#દર્શન આવું કહી તેને બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહી છે જેમાં અનેક લોકોએ જયશ્રી મહાકાલ ના નારા લગાવ્યા હતા.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *