અંબાણી પરિવારનો જામનગરમાં આવેલો બંગલો તમને સ્વર્ગ પણ ભુલાવી દેશે, બંગલામાં હોસ્પિટલ, ટેમ્પલ, ગેસ્ટ હાઉસ, ગાર્ડન ની તસવીરો આવી સામે
આપણે સૌ લોકો જાણીએ છીએ કે દેશના સૌથી અમીર પરિવાર એવા અંબાણી પરિવાર એક ગુજરાતી વર્ગમાંથી આવે છે. રિલાયન્સ કંપનીની સ્થાપના ધીરુભાઈ અંબાણીના અનેક સંઘર્ષને કારણે શક્ય બની હતી તેથી જ આજે ધીરુભાઈ અંબાણી પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન લઇ તેમના પુત્ર મુકેશ અંબાણી રિલાયન્સ કંપનીને સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ આપી રહ્યા છે.
પરંતુ રિલાયન્સ કંપનીની સફળતા પાછળ જામનગર શહેરનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. આજ કારણથી અંબાણી પરિવારના હૃદયમાં જામનગર શહેર એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જામનગર ખાતે અંબાણી પરિવારનું ઘર આવેલું છે જ્યાં તે અવારનવાર જોવા મળે છે. આ ઘર રિલાયન્સ ટાઉનશિપમાં આવેલા ટીએમસી બંગ્લોઝ ની બાજુમાં આવેલ છે.
જામનગરમાં આવેલું મુકેશ અંબાણી નું ઘર એ માત્ર ઘર નહીં પરંતુ સ્વર્ગ કરતાં પણ વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યો છે જાણે કોઈ શહેર હોય એટલી મોટી વિશાળ જગ્યામાં તેમનું જામનગર ખાતે ઘર આવેલું છે. આ બંગલામાં તમામ સુવિધા ઉપલબ્ધ છે. જામનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિફાઇનરી આવેલી છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો કામ કરી રહ્યા છે.
અંબાણી પરિવારનું હૃદય જામનગર ખાતે વિશિષ્ટ રીતે જોડાયેલું છે કોરોના કાળમાં પણ સમગ્ર અંબાણી પરિવાર જામનગર ખાતે વસવાટ કર્યો હતો આ સાથે સાથે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન પણ જામનગર ખાતે યોજવામાં આવ્યા હતા. આજે અંબાણી પરિવાર માટે જામનગરે કર્મભૂમિ બની ગઈ છે. મુકેશ અંબાણીના માતાએ પણ પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન જામનગર ખાતેના અનેક અનુભવો રજૂ કર્યા હતા જે સાંભળીને ઉપસ્થિત તમામ લોકો ખૂબ ભાવુક થઈ ગયા હતા.
જામનગર ખાતે આવેલા આ ઘરમાં ઓલ પાર્ક, નર્સરી સ્કૂલ, ગેસ્ટ હાઉસ, મંદિર સહિત અનેક સુવિધાઓ આ બંગલામાં જોવા મળે છે. આ ઘર ને મુંબઈમાં આવેલ એન્ટિલિયા કરતાં પણ વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યું છે તેથી જામનગર વાસી માટે આ ઘર આકર્ષણ અને સુંદરતાનો એક અંગ અને પાયો બન્યો છે. થોડા જ સમયમાં પ્રાણીઓની રક્ષા માટે પ્રાણી સંગ્રહાલય બને તેવો વિચાર પણ રજૂ કરવામાં આવ્યો છે હાલમાં તો અંબાણી પરિવારના જામનગરમાં આવેલા ઘરની ચર્ચાઓ ચારે તરફ થઈ રહી છે.