ગુજરાતના લોક સેવક ખજૂર ભાઈ અમેરિકાની બજારમાં પોતાના ભાઈ સાથે ખૂબ જ અનોખા અંદાજમાં જોવા મળ્યા વાયરલ કરેલી તસવીરોમાં લખેલા કેપ્શન એ લોકોનું ધ્યાન ખેંચ્યું જુઓ શું છે આ કેપ્શન અને તસવીરો
ગુજરાતના લોક સેવક તરીકે જાણીતા ખજૂર ભાઈ આજે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી છે જે તમામ ભારતવાસીઓ અને ગુજરાતવાસીઓ માટે ખૂબ ગર્વની વાત છે. ખજૂર ભાઈ પોતાના વેકેશનનો આનંદ માણવા માટે અમેરિકાના પ્રવાસ પર જોવા મળી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતી હોય છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ દ્વારા ખજૂર ભાઈ પ્રત્યેનો ભાવ જોવા મળી રહે છે.
ખજૂર ભાઈનું અમેરિકામાં પણ ગુજરાતી પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ સાથે ખજૂર ભાઈએ અનેક ગુજરાતી પરિવારોના ઘરની મુલાકાત લીધી હતી. જેમની તસવીરો ખજૂર ભાઈએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. ખજૂર ભાઈ હાલમાં શેર કરેલી તસ્વીરોમાં લખેલા કેપ્શન એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કેપ્શન માં લખ્યું હતું કે યોર મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વર્ક ઇસ ઓલવેઝ અહેડ ઓફ યુ નેવર behind you આ કેપ્શન લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.
ખજૂર ભાઈ એ પોતાનું સમગ્ર જીવન લોકોની સેવા કરવા પાછળ સમર્પિત કરી દીધું છે તેઓ પોતાની આવકનો મોટેભાગનો હિસ્સો ગરીબોની સેવા પાછળ જ વાપરે છે આ સાથે સાથે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અનેક લોકોને સેવા કાર્ય પ્રત્યે જાગૃત કરતા હોય છે આ જ ખજૂર ભાઈના ભાવથી તે આજે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે ખજૂર ભાઈના ચાહકો પણ તેમના દરેક કાર્યોમાં પૂરતો સાત સહકાર અને પ્રેમ આપતા હોય છે આવા જ ભાવથી ખજૂર ભાઈ આજે માત્ર ભારતમાં નહીં પરંતુ વિદેશમાં પણ સફળતાના અનેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે.
ખજૂર ભાઈએ 100 કરતાં પણ વધારે લોકોના ઘર બનાવી લોકસેવાની દુનિયામાં એક અનોખો ઇતિહાસનું સર્જન કર્યું છે. આ કાર્ય ની નોંધ માત્ર ગુજરાત ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લેવામાં આવી હતી. ખજૂરભાઈ ના પત્ની મીનાક્ષી દવે પણ તેમને દરેક સેવાના કાર્યોમાં પૂરતો સાત સહકાર આપે છે આ જ કારણથી લોકોને તેમની જોડી પણ ખૂબ જ પસંદ આવે છે. હાલમાં તો ખજૂર ભાઈ અમેરિકામાં મજા માણી રહ્યા છે જેમાં તેના ચાહકો દ્વારા કોમેન્ટ કરી ખજૂર ભાઈની આ સફર માટે શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા તથા જલ્દીથી ભારત પાછા આવવા માટે વિનંતી કરી હતી.