અયોધ્યાના રામ મંદિરની બહાર ચાંદલા કરતા બાળક નો વિડીયો થયો વાયરલ, એક દિવસની કમાણી જાણી તમારા હોંશ ઉડી જશે
આજના સમયમાં ઘણા લોકો મોટો ધંધો શરૂ કરીને પણ વધારે કમાણી કરી શકતા નથી તો તેની સામે ઘણા વ્યક્તિઓ નાના ધંધામાંથી પણ મોટી કમાણી કરતા હોય છે આવા અનેક ઉદાહરણ આપણી સામે ઘણીવાર જોવા મળતા હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં ખૂબ નાના ધંધામાંથી એક બાળક મોટી કમાણી કરી રહ્યો છે. આ વિડીયો અયોધ્યામાં રામ મંદિર ના પરિસરમાંથી સામે આવ્યો છે.
વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે એક બાળક રામ મંદિરની બહાર ઉભા રહી દરેક વ્યક્તિને ચાંદલો કરે છે. આબાદ એક વ્યક્તિ તે બાળક સાથે ઘણી વાતો કરે છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. વ્યક્તિ દ્વારા બાળકને પૂછવામાં આવે છે કે તે કેટલી કમાણી કરે છે તો થોડીવાર માટે બાળક કઈ બોલતો નથી. આબાદ વ્યક્તિ પૂછે છે કે તમે સવારે કેટલા વાગે ઉઠો છો ત્યારે બાળક કહે છે કે હું રોજ છ વાગે ઉઠું છું. આબાદ હું દસ વાગ્યા સુધી લોકોને ચાંદલા કરવાનું કાર્ય કરું છું. સાથે બાળક પોતાના આખા દિવસની કમાણી પર વ્યક્તિને જણાવે છે.
આબાદ વ્યક્તિ કહે છે કે તમે ડોક્ટર કરતા વધારે કમાવ છો ત્યારબાદ બાળક કહે છે કે શું તમે અમને ઓછા સમજો છો. વ્યક્તિ એ પોસ્ટમાં લખ્યું હતું કે આની જેવા હજારો ગોલુ ભારતમાં રહે છે પરંતુ કંપનીઓ બીજા બાળકોને વધારે ચાન્સ આપે છે પરંતુ આવા બાળકો જ પૂરા આત્મવિશ્વાસ અને મહેનતથી ભરેલા હોય છે.
યુવાન વીડિયોમાં આગળ જણાવે છે કે જેના વિચારો આવા બાળકોને પૂરતા માર્ગદર્શનથી આગળ વધારવામાં આવે તો કેટલો વિકાસ થઈ શકે છે. આ તમામ બાળકોને પૂરતા માર્ગદર્શનથી ચાન્સ આપવામાં આવે અને તેમને આગળ વધારવામાં આવે તેથી આપણે તમામ લોકોએ રસ્તાઓ અને મંદિરોમાં આવા બાળકોને શોધી તેને પૂરતું માર્ગદર્શન આપે આગળ વધારવા જોઈએ. લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હતો જેમાં અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ દ્વારા લોકોએ પોતાના અલગ અલગ મંતવ્ય દર્શાવ્યા હતા તો ઘણા લોકોએ અયોધ્યા પરથી વિડીયો વાયરલ થયો હોવાથી જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે જેમાં લોકોને યુવકના વિચાર ખૂબ પસંદ આવ્યા હતા.