જુસ્સો તો જુઓ સાહેબ!! બંને હાથ પગમાં પોલિયો હોવા છતાં પણ આ યુવક સતત 16 કલાક મહેનત કરી મેળવે છે રોજી રોટી વાયરલ વિડીયો જોઈ તમે ભાવુક થઈ જશો
ઘણા લોકો પોતાના જીવનમાં ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ સતત સંઘર્ષ કરી સફળતાના શિખરો પ્રાપ્ત કરતા હોય છે તેઓ કદી પોતાના જીવનમાં હાર માનતા નથી પરંતુ હાર સામે લડી જીવનમાં જીત હાસિલ કરતા હોય છે આવા અનેક વિડીયો અને ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. આવો જ એક સ્વીગી બોય નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે જેને શારીરિક રીતે સ્થિતિ સારી ન હોવા છતાં પણ પોતાના જીવનમાં સતત સંઘર્ષ કરી આગળ વધે છે.
આ વિડીયો જોઈ તમામ લોકોની આંખમાંથી આંસુ નીકળી જશે. 36 વર્ષના વેથીસ્વર જેના બંને હાથ અને પગ પોલિયોથી પ્રભાવિત હોવા છતાં પણ સતત 16 કલાક પોતાની રોજી રોટી મેળવવા કામ કરે છે. તેમની આવી હિંમત જોતા દરેક લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા. તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી એમ એ ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
પરંતુ આ યુવકનો જુસ્સો, આત્મવિશ્વાસ અને હિંમત બધા જ કરતા વધારે છે. આ વીડિયોને હિન્દુ માઇક્રો બ્લોગિંગ દ્વારા શેર કરવામાં આવ્યો છે વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે યુવક સૌપ્રથમ હોટલ પર પાર્સલ લેવા જાય છે ત્યારબાદ ડીલેવરી લોકેશન પર જઈ તે ફૂડ પહોંચાડે છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લાઇક અને કોમેન્ટ કરી યુવકના જુસ્સા અને આત્મવિશ્વાસને વધાર્યો હતો સાથે સાથે યુવકની આવી હિંમત અને કાર્ય પ્રત્યે આવી ભાવના જોઈ દરેક લોકોએ મન ભરી લે વખાણ કર્યા હતા સાથે સાથે અનેક લોકો ખૂબ ભાવુક થઈ ગયા હતા.
સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આવા અનેક વિડીયો આપણી સામે આવતા હોય છે જેને જોઈને જીવનમાં ફરીવાર નવી શરૂઆત કરવાની પ્રેરણા મળતી હોય છે. આ વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે વ્યક્તિ ક્યારે તનથી નહીં પરંતુ મનથી હારી જતો હોય છે પરંતુ યુવક એ મન અને પોતાના દ્રઢ આત્મવિશ્વાસથી મહેનત કરવાનું પોતાના જીવનમાં શરૂ રાખ્યું હતું. આ યુવકે આજના સમયમાં દરેક લોકો માટે પ્રેરણા ઊભી કરી છે.
Though a polio attack left both his legs paralysed when he was just two years old, T. Vaitheeswaran, of Tiruchi, obtained a masters degree, and works two jobs for 16 hours a day to lead a self-sufficient and dignified life.
— The Hindu (@the_hindu) May 2, 2024
Read more here: https://t.co/imBR4q4zug pic.twitter.com/uR3S3j5OQe