વડોદરામાં પાણીપુરીની લારી ચલાવતા પિતાની દીકરીએ ધોરણ 10 માં 96% સાથે પોતાના સમગ્ર પરિવારને ગર્વ અપાવ્યું, સવારે ચાર વાગે ઉઠી પિતા ને કરતી હતી મદદ આવી સંઘર્ષ કહાની તમે આજ સુધી નહીં સાંભળી હોય
સમગ્ર ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતના ઘણા બાળકોએ પોતાની મહેનત સંઘર્ષ વડે ઉત્તમ પરિણામ લાવી પોતાના પરિવાર અને દેશનું નામ રોશન કર્યું છે. પરંતુ પરિણામના માહોલ વચ્ચે ઘણી એવી કહાની સામે આવી હતી કે જેને સાંભળી તમે પણ વખાણ કરવા લાગશો. સામાન્ય પરિવારમાંથી આવતી વડોદરા ની દીકરીએ 10 મા ધોરણની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવી સમગ્ર ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.
વડોદરા શહેરમાં પાણીપુરીની લારી ચલાવી પરિવાર માટે રોજી રોટી મેળવતા પિતાની દીકરી પૂનમ કુશવાહા એ ધોરણ 10 ની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવી પોતાના પિતા સાથે સમગ્ર પરિવારને ગર્વ અપાવ્યું છે. આ દીકરી એ પોતાની મહેનતથી ધોરણ 10 ની પરીક્ષામાં 96% સાથે 99.72 પર્સન્ટાઇલ મેળવ્યા છે જેમાં તેના પરિવાર સાથે સાથે વડોદરાની નારાયણ સ્કૂલના શિક્ષકોનો પણ ખૂબ ફાળો હતો.
આ પરિણામ સાથે વડોદરાની પ્રજા અને નારાયણ સ્કૂલના શિક્ષકોએ આ દીકરીને અભિનંદન પાઠવ્યા હતા. આ દીકરીએ અભ્યાસ કરતા સાથે સાથે પોતાના પિતાને પાણીપુરીની લારીમાં મદદ કરતા આવું ઉત્તમ પરિણામ મેળવ્યું હતું. દીકરી સવારે ચાર વાગે ઉઠી પોતાના પિતાને પાણીપુરીના કામમાં મદદ કરતી હતી પરંતુ તેનું સપનું ડોક્ટર બની પોતાના દેશ અને પરિવારને ગર્વ અપાવવાનું છે.
દીકરીએ પોતાના માતા પિતા અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમના પિતા વડોદરામાં આવેલા ન્યારા મંદિર વિસ્તારમાં પોતાની પાણીપુરીની લારી ચલાવે છે. દીકરીનું આવું પરિણામ જોતા ની સાથે જ તેમના માતા પિતાની આંખમાંથી ખુશીના આંસુ જોવા મળ્યા હતા. હાલમાં તો આ સંઘર્ષની કહાની સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં અનેક લોકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી દીકરીને ઉત્તમ પરિણામ આવવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે.