મા બાપ નો પ્રેમ તો જુઓ!! 10 મહિનાની દીકરી અપંગ થતા માતા પિતાએ દીકરી માટે 25 વર્ષ સમર્પિત કરી દીધા આ કહાની સાંભળી તમે ભાવુક થઈ જશો
આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે દુનિયામાં માં થી મોટું કોઈ નથી મા સંતાનના સુખ માટે પોતે તમામ દુઃખ વેઠી દીકરાને દુનિયાની તમામ ખુશીઓ સમર્પિત કરે છે તેથી જ કહેવાયું છે કે મા તે મા બીજા બધા વગડાના વા આપણી ભારતીય સંસ્કૃતિમાં માને ભગવાનથી પણ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે ભગવાનને પણ જન્મ લેવા માટે માની જરૂર પડી હતી. આવી જ એક માતા ના વાત્સલ્ય ની વાત આપને કહેવા જઈ રહ્યા છીએ. એક મા એ પોતાનું સમગ્ર જીવન પોતાની દીકરી માટે સમર્પિત કરી દીધું છે. આ વાત સાંભળી તમે પણ ભાવુક થઈ જશો.

એક માં પોતાના સંતાન માટે સમગ્ર દુનિયા સામે લડવાની તાકાત ધરાવે છે અને એમના માટે અશક્ય કામને પણ શક્ય કરી બતાવે છે. આ વાત્સલ્યની વાત અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. મા ના વહાલ થી વધારે દુનિયામાં બીજું કોઈ પ્રેમ કરી શકતું નથી કારણ કે માનાં પ્રેમમાં નિસ્વાર્થ પ્રેમની લાગણી અને ભાવ જોડાયેલા હોય છે. માના વાત્સલ્ય માંથી હંમેશા માટે પ્રેમ અને લાગણીનો વરસાદ પોતાના સંતાનો માટે વરસતો રહે છે. આજે આપને જણાવીશું કે એકમાં એ પોતાની દીકરી માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું.

અમદાવાદ શહેરમાં રહેતા નીલમબેન ના ઘરે 20 નવેમ્બર 1998 ના રોજ ભગવાનની કૃપા અને લક્ષ્મી માતાના આશીર્વાદથી દીકરીનો જન્મ થયો હતો. દીકરીના આગમનથી સમગ્ર પરિવાર સાથે તેમની માતા ખૂબ જ ખુશ હતી. આ દીકરીનું નામ હૈયાના હેત થી જાનવી રાખ્યું હતું પરંતુ આ દીકરીના નસીબમાં કંઈક અલગ જ લેખ લખાયા હતા. નીલમબેનના આ સુખ સાથે તેમના જીવનમાં તેમની દીકરીને લઈ સૌથી મોટું દુખ આવ્યું જે તેમને જીવનભર સહન કરવાનું હતું. જ્યારે તેમની દીકરી દસ વર્ષની થઈ ત્યારે તેને અચાનક ભારે તાવ આવતા ખેંચ આવવા લાગી માત્ર દસ વર્ષની માસુમ બાળકી આ તાવ અને ખેચને સહન ન કરી શકતા મગજના અનેક ભાગોમાં ભારે ઈજા પહોંચી હતી.

માત્ર એટલું જ નહીં પરંતુ હાથ પગના તમામ સ્નાયુ ખેંચાઈ જવાથી તમામ ખોટા પડી ગયા હતા. ડોક્ટરો દ્વારા સારવાર કરતા જાણવા મળ્યું કે દીકરીને સીપી નામની બીમારી છે. દીકરીના માતા પિતાએ આ બીમારી સામે લડવા માટે પોતાનું સમગ્ર જીવન દીકરી માટે સમર્પણ કરી દીધું. દીકરી અપંગ હોવા છતાં પણ તેમની માતાએ જીવનભર સેવા કરવાનો નિર્ણય કર્યો. દીકરીને પોતાના પગભર બનાવી 10 12 ધોરણ પૂર્ણ કરાવ્યા બાદ બીએમાં ગ્રેજ્યુએશન કરાવી પોતાના પગભર થવાનો આત્મવિશ્વાસ અને પ્રેરણા પૂરી પાડી.
આ સમય દરમિયાન તેમના માતાને પિતાએ દીકરીને હારની જગ્યાએ જીવનના સંઘર્ષો સામે લડતા શીખવ્યું અને સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરાવ્યા.તે હાલ માં m.a નો અભ્યાસ કરી રહી છે હાલમાં તેની ફિઝીયોથેરાપીસ દ્વારા તમામ સારવાર ચાલી રહી છે પરંતુ આ દીકરીના માતા પિતાએ દીકરીને સતત પ્રેરણ આપી જીવનમાં આગળ વધતા શીખવ્યું હતું ખરેખર મા બાપની આવી પ્રેરણા ને સંસ્કારોને સો સો સલામ છે.