સાવધાન થઈ જજો!! ત્રણ મુરતિયા ને લગ્નની લાલચ આપી યુવતીએ 90 લાખ કરતા પણ વધારે ની છેતરપિંડી કરી ફરાર થઈ સમગ્ર ઘટના વાંચી તમે પણ ચોકી જશો
હાલ સમગ્ર દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે પરંતુ આ માહોલ વચ્ચે ગુજરાતમાં ઘણા એવા પણ લોકો છે કે જેના વર્ષોથી લગ્ન નથી થઈ રહ્યા આ તમામ લોકો લગ્નની શુભેચ્છા ધરાવે છે આવા સમયમાં તેઓ કોઈપણ લુટેરી દુલ્હનના ચક્કરમાં ફસાઈ જતા હોય છે અને ત્યારબાદ લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવે છે.હાલ ગાંધીનગરમાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેણે સમગ્ર ગુજરાતમાં હડકમ મચાવી દીધી છે.
ગાંધીનગરમાં રહેતા ત્રણ વરરાજાઓ લગ્નના 15 દિવસ બાદ લુટેરી દુલ્હનના ચક્કરમાં ફસાયા હતા. કન્યા ત્રણેય યુવકના લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. ગાંધીનગર ના રૂપલ ગામનો યુવાન છોકરી શોધતો હતો. બાદ ત્રણ મહિના પછી તેમના ગામમાં રહેતા શૈલેષભાઈ કનુભાઈ પટેલે તેમને એક દીકરી બતાવી હતી વાત આગળ વધતા યુવક આ દુલ્હનને જોવા માટે પોતાના ગામથી થોડે દૂર ગયો હતો.
યુવતી દ્વારા આ ઘર તેના મામાનું બતાવવામાં આવી રહ્યું હતું. આ બાદ કન્યાના ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી યુવકને ત્રણ લાખ રૂપિયા આપવા માટે જણાવ્યું હતું. આ બાદ યુવકે દીકરી ના ભાઈ ને પૈસા આપ્યા હતા. આ પછી 17 ફેબ્રુઆરીના રોજ બંને લોકોએ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. યુવકે લગ્ન બાદ યુવતીને 28,000 નો ફોન આપ્યો હતો. લગ્નના પંદર દિવસ પછી યુવતી પોતાના પિયર ગઈ હતી.આ બાદ તે ફરી સાસરીયે પરત આવી ત્યારબાદ દાંતના ટ્રીટમેન્ટનું કહી ફરીવાર પિયર ગઈ હતી.
દાંત ની ટ્રીટમેન્ટ માટે યુવતીએ યુવક પાસે 24,000 ની માંગણી કરી હતી.આ બાદ માનસી એ કોર્ટ માં મળીશું આવું કહી ફોન કટ કર્યો હતો. આ તમામ ઘટના બાદ યુવકે લગ્ન કરાવનારા શૈલેષભાઈ નો સંપર્ક કર્યો હતો પરંતુ શૈલેષભાઈ તેની પાસેથી 15 દિવસનો સમય માંગ્યો હતો વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આવી જ રીતે શૈલેષભાઈ અન્ય ગામોમાં પણ લગ્ન કરાવ્યા હતા. બીજા ગામમાં રહેતા મેહુલભાઈ સાથે આ દુલ્હનને 40 લાખ કરતા પણ વધારે ની છેતરપિંડી કરી હતી.
અન્ય યુવક સંદીપ ના લગ્ન પણ શૈલેષભાઈએ કરાવ્યા હતા તેમના 50 લાખ લઈ યુવતી ફરાર થઈ ગઈ હતી. આ ત્રણેય યુવકે શૈલેષ પટેલ ને ફરિયાદ કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે હું તમારી પત્નીને પાછી લાવીશ નહીંતર લગ્નનો તમામ ખર્ચ હું આપીશ પરંતુ સમય જતા દુલ્હન પાછી ન આવી કે ન પૈસા આવ્યા આમ શૈલેષભાઈ અને દુલ્હન સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.