ઘોર કળિયુગ તો જુઓ, પોતાની ઈચ્છા પૂરી ન થતા ગામના સરપંચે મંદિરમાં ટાયર સળગાવી આગ લગાડી દીધી, ભગવાનની મૂર્તિ સંપૂર્ણ રીતે નષ્ટ ઘટના પાછળનું કારણ જાણી ચોકી જશો

આપણો ભારત દેશ ભગવાન પ્રત્યે અતુટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે. આ મુખ્ય કારણથી સમગ્ર વિશ્વમાં ભારત દેશની સંસ્કૃતિ ઝળહળી ઉઠી છે. વ્યક્તિ પોતાના જીવનના દરેક ભાગમાં ભગવાનને સૌપ્રથમ યાદ કરે છે. ઘણા લોકો ભગવાન પાસે માનતા રાખી પોતાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે ઈચ્છા પૂર્ણ થતાની સાથે જ લોકો ભગવાનનો આભાર માનવા મંદિરે જાય છે. પરંતુ આ ઘોર કળિયુગમાં એક વ્યક્તિએ પોતાની ઈચ્છા પૂરી ન થતા ભગવાનના મંદિરમાં આગ લગાવી દીધી હતી આ સમગ્ર ઘટના ગુજરાતના રાજકોટ શહેરમાં બની હતી.

ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા જીયાણા ગામમાં 13 મે ના રોજ મોડી રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિત્વ દ્વારા મંદિરમાં ટાયર સળગાવી સમગ્ર મંદિરને સળગાવી દીધું હતું આ મંદિરમાં રામદેવજી મહારાજની મૂર્તિઓને મેલડી માતાની છબી હતી. આ તમામ મૂર્તિ સાથે મંદિર સળગી ગયું હતું. ગ્રામજનોને આ વાત ખબર પડતાની સાથે જ આ ઘટના બાબતે વિરોધ દર્શાવ્યો હતો.

આ ઘટના બાબતે જ્યારે ગ્રામજનો એ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ આગ ની ઘટના કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા લગાવવામાં આવી હશે પરંતુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પહોંચતા પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ઘટના બીજા કોઈ દ્વારા નહીં પરંતુ ગામના પૂર્વ સરપંચ દ્વારા બની હતી. પોલીસ પૂછપરછ કરતા સરપંચ દ્વારા જાણવા મળ્યું કે ભગવાનને અનેક વિનંતી કરતા મારી પ્રાર્થના સ્વીકારી ન હતી તેથી મેં ગુસ્સામાં આવી સમગ્ર મંદિરની આગ લગાડી દીધી.

મંદિરમાં માત્ર આગ લગાડી એટલું જ નહીં પરંતુ મંદિરમાં આવેલ રામદેવજી મહારાજની મૂર્તિ અને મેલડીમાની છબીને પણ સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખી હતી. ગ્રામજનો દ્વારા આ સરપંચને સજા કરવાની માંગ કરી છે તમામ ગામના લોકોએ સરપંચ પ્રત્યે રોષ દર્શાવ્યો હતો. આ ઘટના જોતા એવું લાગે છે કે આજનો મતલબી વ્યક્તિ ભગવાનને પણ પોતાના સ્વાર્થ માટે મૂકતો નથી ખરેખર આ ઘટના સમગ્ર રાજકોટ અને ગુજરાત રાજ્ય માટે સરમજનક બની હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *