|

કેરિંગ તો જુઓ!!સુપરસ્ટાર વરુણ ધવનએ કાળજાળ ગરમીમાં રસ્તા પર લોકોને પૂછ્યું કે તમે પાણી પીવો છો? થોડું વધારે પીજો!! વાયરલ વિડીયો એ ચાહકોના દિલ જીતી લીધા

બોલીવુડના અનેક અભિનેતાઓ માત્ર ફિલ્મમાં નહીં પરંતુ પોતાની અસલ જિંદગીમાં પણ લોકોના દિલ જીતી લેતા હોય છે આવા અનેક વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતાની સાથે જ લોકો લાઈક અને કોમેન્ટ માં વરસાદ દર્શાવે છે આ જ મુખ્ય કારણથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ આજે સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ અને નામના મળી છે.

થોડા સમય પહેલા વરુણ ધવનનો એક વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોએ લાખો ચાહકોના દિલ જીતી લીધા છે વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે વરુણ ધવન પોતાનું શૂટિંગ અને વર્કઆઉટ પૂર્ણ કરી રહ્યો હતો ત્યારે પાણી પીતા પીતા આસપાસના લોકોનું પૂછી રહ્યો છે કે તમને લોકોને ગરમી નથી લાગતી?? ત્યારે લોકો કહે છે કે અમને બહુ જ ગરમી લાગે છે અમે પરેશાન થઈ જઈએ છીએ. તમે પાણી પીવો છો? બાદ તુરંત વરુણ ધવન પૂછે છે કે કેટલા લીટર પીવો છો ત્યારે સામે ઊભેલ વ્યક્તિ જવાબ આપે છે કે અમે અમારા વજનના હિસાબે પાણી પીએ છીએ.

આ બાદ વરુણ ધવન જતા જતા કહે છે કે પાણી પીવું જોઈએ તમે બધા પાણી પીજો. આબાદ વરુણ ધવન તમામ લોકોને પોસ્ટ આપી ફોટોશૂટ કરાવે છે ત્યારે સામેવાળા વ્યક્તિ પણ વરુણ ધવનને થેન્ક્યુ સો મચ કહે છે. આ વિડીયો પરથી જાણી શકાય કે વરુણ ધવન અસર જિંદગીમાં પણ લોકોની ચિંતા કરવાનું ક્યારેય ભૂલતા નથી. આવી કાળજાળ ગરમીમાં દરેક લોકોને પાણી પીવા માટે સૂચવ્યું હતું.

વાયરલ વીડિયોમાં વરુણ ધવન ગુલાબી ટીશર્ટ અને શોર્ટ માં જોવા મળે છે. વરુણ ધવન પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપે છે તેથી જ તે આજના સમયમાં પણ ખૂબ જ હેન્ડસમ અને સુંદર લાગે છે હાલમાં તો વરૂણ ધવનની આવી કેરિંગ જોઈ લોકોના દિલ ખુશ થઈ ગયા હતા અને તમામ ચાહકોએ વરુણ ધવનના મન ભરીને વખાણ કર્યા હતા. લોકો એ લાઈક અને કોમેન્ટ દ્વારા વરૂણ ધવનની આગામી ફિલ્મની સફળતા માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *