યુરોપના જર્મની દેશમાં પહેલીવાર ધૂમ મચાવશે ગીતાબેન રબારી, રાસ ગરબામાં ભારતીય અને ભુરીયાઓ જમાવશે ગરબાની મોજ
કચ્છી કોયલ તરીકે જાણીતી ગીતાબેન રબારી આજે સમગ્ર વિશ્વમાં પોતાના સુરથી તમામ લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે ગીતા રબારીના કાર્યક્રમમાં આજે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આયોજિત કરવામાં આવે છે જ્યાં વિદેશના લોકો પણ ગીતા રબારી ને ખૂબ પ્રેમ સાથ સહકાર આપી ભારતીય લોક સંસ્કૃતિ અને સંગીતને એક અલગ અને નામના ઊભી કરે છે. ગીતા રબારી ના અનેક વિદેશના કાર્યક્રમો વિદેશની ધરતીમાં ધૂમ મચાવતા હોય છે ગીતા રબારી થોડા સમય પહેલા યુગાન્ડા અને કતારની ધરતીમાં લોક ડાયરા અને રાસ ગરબાની રમઝટ જમાવી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો ગીતા રબારી ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
પરંતુ હવે આવનારા સમયમાં ગીતાબેન રબારી પ્રથમ વાર યુરોપ માં આવેલા જર્મની દેશ નાં બર્લિન શહેર માં રાસ ગરબાની રમઝટ જમાવવા જઈ રહ્યા છે. આ ઇવેન્ટ નું આયોજન 24 ઓગસ્ટ 2024 ના રોજ થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી યુરોપના કોઈપણ દેશોમાં ગીતાબેન રબારી ના કાર્યક્રમોનું આયોજન થયું નથી પરંતુ જર્મન વાસીઓના પ્રેમને કારણે પ્રથમ વાર ગીતાબેન રબારી જર્મનીના બર્લિન શહેરમાં ધૂમ મચાવશે. આ ઇવેન્ટ માટે જર્મની માં રહેતા ભારતીય લોકો સાથે સાથે જર્મની ના ભુરીયાઓ પણ ખૂબ જ ઉત્સાહિત છે. જર્મનીમાં રહેતા લોકોએ આ ઇવેન્ટ માટે અનેક પોસ્ટ અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તમામ લોકોને ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું હતું.
તાંડવ ઇવેન્ટ દ્વારા ગીતા રબારી ના આ કાર્યક્રમને ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જર્મનીના બર્લિન શહેરમાં આવેલી પ્રખ્યાત રેસ્ટોરન્ટ ઢોસા કિંગ આ ઇવેન્ટ ના સપોન્સર છે. આ રેસ્ટોરન્ટમાં તમામ વેજ ફૂડ સાથે નાસ્તા ની દરેક આઈટમ મળે છે સાથે સાથે શુદ્ધ શાકાહારી અને જૈન વાનગીઓ પણ આ રેસ્ટોરન્ટમાં મળી રહે છે. સમગ્ર જર્મનીમાં ઢોસા કિંગ રેસ્ટોરન્ટે ડંકો વગાડી દીધો છે.આ રેસ્ટોરન્ટ સમગ્ર જર્મનીમાં લોકોની વચ્ચે લોકપ્રિય બની છે. વિરલ ભાઈ સાથે વાત કરતા જાણવા મળ્યું કે ગુજરાતી લોકો નો ખુબજ સપોર્ટ આ રેસ્ટોરન્ટ ને મળ્યો છે અને મળે છે. ગુજરાતી લોકો પણ ગૌરવની ફિલ કરે છે.