ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડીયાના પુત્રએ પોતાના પિતાની લગ્નની વર્ષગાંઠની તસ્વીરો શેર કરી યાદોને તાજા કરી, જુઓ છેલ્લી મેરેજ એનિવર્સરી ઉજવણી નો વિડીયો
ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાને આજે માત્ર ભારતના લોકો નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો ઓળખે છે કારણ કે તે આજે પણ લાખો ચાહકોના દિલમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પરંતુ 27 ઓક્ટોબર 2020 ના રોજ નરેશ કનોડીયા એ સમગ્ર દુનિયાની અલવિદા કહી દીધી હતી. આ સમાચારથી માત્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નહીં પરંતુ સમગ્ર દુનિયામાં વસનારા ચાહકો પણ રડ્યા હતા.
નરેશ કનોડીયા નો જન્મ 20 ઓગસ્ટ 1943 ના રોજ ગુજરાતના કનોડા ગામમાં થયો હતો. નરેશ કનોડીયા ના પરિવારમાં તેમના પત્ની અને તેમનો પુત્ર હિતુ કનોડિયા, હિતુ કનોડિયાની પત્ની મોના કનોડિયા, અને તેમનો પૌત્ર રાજવીર કનોડીયા તમામ લોકો આજે પણ એક સાથે સંપીને રહે છે કારણ કે નરેશ કનોડીયા જેવા વ્યક્તિત્વએ તમામ પરિવારજનોને ખૂબ સંસ્કાર આપ્યા છે. સમગ્ર કનોડીયા પરિવારનો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને સફળ બનાવવામાં સિંહફાળો રહ્યો છે.
નરેશ કનોડીયા ના પુત્ર તેમને દરેક પ્રસંગમાં ખૂબ જ યાદ કરે છે આજ કારણથી થોડા સમય પહેલા નરેશ કનોડિયા અને એમના પત્ની રીમા કનોડિયાની 16 મેના રોજ લગ્નની વર્ષગાંઠ હતી. આ પ્રસંગ પર નરેશ કનોડિયાના પુત્ર એ પોતાના માતા પિતાની લગ્નની વર્ષગાંઠ નો વિડીયો અને તસવીરો શેર કરી યાદોને તાજા કરી હતી.
16 મે 2020 ના રોજ નરેશ કનોડીયા અને તેમના પત્નીએ પોતાની છેલ્લી લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી આ તસવીરો તેમના પુત્રે ફરીવાર સોશિયલ મીડિયામાં શેર કરી યાદોને તાજા કરી હતી.જો કે નરેશ કનોડીયા એ પોતાના અભિનયથી સમગ્ર વિશ્વમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને સફળતાના અનેક શિખર અપાવ્યા છે આ કારણથી તેમને પોતાના જીવનમાં અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે આજે પણ નરેશ કનોડીયા ને લોકો ખૂબ જ યાદ કરે છે.