|

ભારતની સૌથી મોંઘી ટ્રેન “મહારાજ” વિશે તમે આજ સુધી નહીં સાંભળ્યું હોય ટ્રેનનું ભાડું છે 15 લાખ કરતા પણ વધારે જાણો શું છે આ ટ્રેનમાં ખાસ

ભારતીય રેલ ક્ષેત્રે આજે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે. ભારતીય રેલ નું નેટવર્ક સમગ્ર ભારતમાં સૌથી મોટું નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે દરરોજ લાખો મુસાફરીઓ ટ્રેનમાં સ્થળાંતર કરે છે. પરંતુ તમારે જો ટ્રેનમાં સ્વર્ગ જેવું અનુભવ કરવો હોય તો એકવાર મહારાજ નામની ટ્રેન ની સફર જીવનમાં જરૂર કરજો. આ ટ્રેન ભારતની સૌથી મોંઘી ટ્રેન છે કારણ કે આ ટ્રેનની અંદર મહેલ કરતા પણ વિશિષ્ટ સુવિધા રાખવામાં આવેલી છે.આ ટ્રેનનું ભાડું એક લાખથી શરૂ થઈ 15 લાખ રૂપિયા છે.

આ ટ્રેન તમને જોતાની સાથે જ હતી ફરતી ફાઇસટાર હોટલ લાગશે પરંતુ આ કરતા પણ વિશેષ ટ્રેનમાં સુવિધાઓ આવેલી છે. આ ટ્રેનની મુસાફરી માટે પાંચ પ્રકારના અલગ અલગ પેકેજ રાખવામાં આવેલા છે. ટ્રેનના સ્ટેશનો દિલ્હી મુંબઈ આગ્રા ફતેપુર રણથંભોર વારાણસી લખનઉ જયપુર બિકાનેર ખજુરાઓ અને ઉદયપુર છે.

પરંતુ આ લક્ઝરીયસ ટ્રેનનું ભાડું સાંભળી તમારો પરસેવો છૂટી જશે કારણકે આ ટ્રેન નું ભાડું એક લાખ 93,490 થી શરૂ થઈ 15,75,830 છે. આ ટ્રેનમાં માત્ર 23 કોચ અને 88 મુસાફર મુસાફરી કરી શકે છે.આ ટ્રેનમાં તમને ખૂબ જ ઓછા મુસાફર જોવા મળશે જેથી શાંતિ અને વ્યવસ્થા જળવાય રહે.

તમામ મુસાફરોને આરામદાયક સુવા માટે 14 જેટલા કેબીન રાખવામાં આવ્યા છે અને દરેક કેબીનમાં બાથરૂમ અને વોશરૂમની સુવિધા કરવામાં આવેલી છે સાથે સાથે મોબાઈલ ટીવી ડીવીડી પ્લેયર ઇન્ટરનેટ ઇલેક્ટ્રોનિક લોકર જેવી તમામ મુસાફરો માટે સુવિધા છે.તમે અત્યાર સુધી ટ્રેનમાં માત્ર વિશિષ્ટ એસી જોઈએ છે પરંતુ આ ટ્રેનમાં ટીવી મોબાઇલ થી માંડી તમામ સુવિધા કરવામાં આવેલી છે જેથી આ ટ્રેન હરતી ફરતી ફાઇસટાર હોટલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મુસાફરોને ભોજન માટે આ ટ્રેનમાં અલગથી રેસ્ટોરન્ટ બનાવવામાં આવેલી છે જે રેસ્ટોરન્ટ જોઈ તમે ફાઇસટાર હોટલને પણ થોડીવાર માટે ભૂલી જશો આ હોટલમાં તમામ પ્રકારના ફૂડ ની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર હોટલના ફૂડ નહીં પરંતુ ફૂડ માટે વાસણો પણ સોના ચાંદીના બનાવવામાં આવ્યા છે. આ ટ્રેનની સુવિધા માટે અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે. આ ટ્રેનની સુવિધા ફાઇસટાર હોટલ મહેલ અને વિમાન કરતાં પણ વધારે છે જેથી આ ટ્રેનને મહારાજા નામ આપવામાં આવ્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *