વેકેશનમાં પાવાગઢ જતા હોય તો આ પાંચ જગ્યા વિશે જાણવાનું ભૂલશો નહિ, પછી ખૂબ પસ્તાવો થશે
સમગ્ર ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળ આવેલા છે આ જ કારણથી વિદેશથી પણ લોકો ગુજરાતની મુલાકાત લેવા માટે આવે છે કારણ કે ગુજરાતના અનેક સ્થળો સમગ્ર વિશ્વમાં જાણીતા થયા છે. આ સાથે ગુજરાતવાસીઓ ફરવાના ખૂબ મોટા શોખીન છે તેથી જ ગુજરાતને ફરવા લાયક સ્થળ માટે પસંદ કરવામાં આવ્યું છે. ગુજરાત જેવા સુંદર કુદરતી દ્રશ્યો દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતા નથી તેથી જ તમામ લોકો ગુજરાત તરફ આકર્ષાય છે.
ગુજરાતી આજે સમગ્ર વિશ્વને પ્રકૃતિની ભેટ આપી છે. આજે આપણે એક એવા જ સ્થળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં પ્રકૃતિ સાથે ભક્તિનો પણ અનોખો સમન્વય જોવા મળે છે. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર ગામમાં આદ્યશક્તિ મહાકાળી માનું ભવ્ય મંદિર પાવાગઢ ના પાવન ધામમાં આવેલું છે. ર્માં ના ભક્તો મહાકાળીમા પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે આ જ કારણ કે અહીં નવરાત્રિના દિવસોમાં તથા દર રવિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે મહાકાળી માતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
પાવાગઢને વર્ષ 2004માં વિશ્વ હેરિટેજ તરીકેનો દરજ્જો મળ્યો છે. જંગલોની વચ્ચે બે મોટા ધોધ આવેલા છે જે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિને ચારે કોર ખીલવી દે છે. આ ધોધને જોવા માટે ખૂબ જ દૂર દૂરથી લોકો ચોમાસાની ઋતુમાં આવે છે આ જગ્યા પર ચોમાસા નો નજારો કંઈક અલગ જ હોય છે જાણે એમ લાગે કે પ્રકૃતિ આજે ધરતી પર ચારે કળાએ ખીલી ઉઠી છે. ચાંપાનેર સુધી પહોંચવા માટે જંગલના વિસ્તારોમાંથી પસાર થવું પડે છે અને આ જંગલનો નજારો પણ ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે.
ચોમાસાની ઋતુમાં પાવાગઢમાં આવેલા અનેક ધોધ ખુબ સુંદર અને આકર્ષક રીતે વહે છે જે નજારો જોવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. જંગલ વિસ્તારની વચ્ચે મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરમાં પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. આ મંદિરની પાસે ખૂબ જ સુંદર ધોધ વહી રહ્યો છે જેને ખૂણિયા મહાદેવના નામ પરથી ખૂણ્યો ધોધ નામ આપવામાં આવ્યું છે પરંતુ આ ધોધ ની નજીક જવાની વ્યવસ્થા ના ભાગરૂપે સખત મનાઈ ફરવામાં આવી છે.
દૂરથી પણ લોકો આ ધોધ નો નજારો લેતા જોવા મળે છે. પંચમહાલ નજીક હાથણી માતા વોટરફોલ આવેલો છે. આ જગ્યાની ખાસ વાત એ છે કે ચોમાસા કે અન્ય ઋતુમાં ડુંગરો પરથી પાણી વહે છે જેનો નજારો ખૂબ જ જોવા લાયક હોય છે. એનાથી થોડે દૂર સાત કમાન નામની જગ્યાએ આવેલી છે જે જગ્યા ભારતની જૂની સંસ્કૃતિ અને વારસો દર્શાવે છે આ જગ્યાને પણ જોવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં જતા હોય છે પાવાગઢ ની આસપાસના અનેક સ્થળો ફરવા લાયક અને જોવાલાયક છે તમે પણ જ્યારે પાવાગઢ જાવ ત્યારે આ સ્થળોની મુલાકાત લેવાનો ભૂલતા નહીં.