રાજકુમાર રાવ અને જાનવી કપૂર પોતાની ફિલ્મની સફળતા માટે ગંગાઘાટ પર પહોંચી મહા આરતી નો લાભ લીધો, ભારતીય સંસ્કૃતિના પહેરવેશ પહેરી લોકોના દિલ જીતી લીધા જુઓ વાયરલ તસવીરો
હવે ટૂંક જ સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં જાનવી કપૂર અને રાજકુમાર રાવની મિસ્ટર એન્ડ મિસિસ ફિલ્મ આવવા જઈ રહી છે આ ફિલ્મ માટે ચાહકો ખૂબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે આ ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની ફિલ્મના તમામ રેકોર્ડ તોડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે જાનવી કપૂર થોડા સમય પહેલા આઇપીએલની મેચમાં મિસ્ટર એન્ડ મિસિસ માની નું ટીશર્ટ પહેરી આવી હતી આ ટીશર્ટે તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા પરંતુ ત્યારબાદ બીજા દિવસે જાનવી કપૂર એ તસ્વીર શેર કરી આ ફિલ્મની જાહેરાત કરી હતી.
આ ફિલ્મની સફળતા માટે જાનવી કપૂર અને રાજકુમાર રાવ પવિત્ર ગંગા માતા ના આશીર્વાદ લેવા માટે ગંગાઘાટ પર પહોંચ્યા હતા.જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ હતી. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે રાજકુમાર રાવ અને જાનવી કપૂર બંને સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં ગંગાઘાટ પર પૂજા કરતા અને આરતી કરતાં જોવા મળે છે આ સાથે તેણે ખૂબ જ આનંદની પળો પણ માણી હતી. આ દરમિયાન રાજકુમાર રાવએ વાઈટ શર્ટ અને પેન્ટ પહેર્યું હતું જ્યારે જાનવી કપૂર એ બ્લુ રંગની સાડી પહેરી સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિમાં જોવા મળી હતી.
આ તસવીરોએ ચાહકોના દિલ જીતી લીધા સાથે સાથે દરેક લોકોએ ફિલ્મની સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. આ તસવીરને લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે. આ ફિલ્મ 31 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મને જોવા માટે તમામ ચાહકો ખૂબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે. આ ફિલ્મ મહેન્દ્રસિંહ ધોનીની લવ સ્ટોરી પર આધારિત રહેલી છે.