ખેડૂત ભીખાભાઈ પટેલે પોતાના પુત્રની લગ્નની કંકોત્રીમાં એવો સંદેશ લખાવ્યો કે મોદી પણ ખુશ થઈ જશે જુઓ શું છે કંકોત્રીમાં ખાસ
હાલના સમયમાં દરેક લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા ઈચ્છતા હોય છે આવા સમયમાં લગ્નની સાથે સાથે લગ્ન કંકોત્રી પણ ખૂબ જ અનોખી અને આકર્ષક હોય છે લગ્નની ચર્ચા કરતા વધારે લગ્નની કંકોત્રી ખૂબ ધૂમ મચાવતી હોય છે. કંકોત્રીમાં ઘણા લોકો એવા સંદેશ લખાવતા હોય છે કે જે દરેક લોકોને પ્રેરણા આપતા હોય છે. આવી જ એક કંકોત્રી ફરીવાર સોશિયલ મીડિયામાં સામે આવી છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સદાતપુરા ગામના વતની ભીખાભાઈ પટેલે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે અનોખી કંકોત્રી બનાવી હતી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે આજે સમગ્ર દેશમાં મતદાન ચાલી રહ્યું છે તેવા સમયમાં ભીખાભાઈ પટેલે પોતાના દીકરાની કંકોત્રીમાં મતદાન કરવા માટેની અપીલ કરી હતી. ભીખાભાઈએ લગ્ન કંકોત્રીમાં મતદાન નો સિક્કો મારી દરેક લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.
કંકોત્રી ના માધ્યમથી સગા સંબંધી અને પરિવારજનોને મતદાન પ્રત્યે ફરજ બજાવી દરેક લોકોને મતદાન માટે જાગૃત કર્યા હતા. જ્યારે આપણા આંગણે દર પાંચ વર્ષે લોકશાહીનો અવસર આવતો હોય ત્યારે મતદાન કરવું ખૂબ જરૂરી છે. ભીખાભાઈએ લગ્ન કંકોત્રીમાં લખ્યું હતું કે એક મતદાન અને મારા દીકરાના લગ્નમાં સહભાગી બની આ અવસરને દીપાવી હર્ષોલ્લાસ થી ઉજવણી કરીએ. ભીખાભાઈએ એક ખેડૂત હોવા છતાં પણ પોતાના દીકરાની કંકોત્રીના માધ્યમથી દરેક લોકોને લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા માટે સૂચવ્યું હતું.
ભીખાભાઈ ના દીકરાનો લગ્નનો ભોજન સમારંભ 11:00 વાગે યોજવામાં આવ્યો હતો પરંતુ કોઈ મતદાન થી વંચિત ન રહી જાય તે માટે ભોજન સમારંભનો સમય બદલવામાં આવ્યો હતો. ભીખાભાઈએ 1000 જેટલી લગ્નની કંકોત્રી છપાવી હતી. આ પરથી કહી શકાય કે 1000 લોકોને મતદાન માટે જાગૃત કર્યા હતા. ખરેખર પોતાના પ્રસંગ સાથે સાથે લોકશાહીના પ્રસંગને પણ ભીખાભાઈએ દીપાવ્યો હતો. આ સંદેશની ચર્ચા આજે ચારેકોર ચાલી રહી છે.