|

અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટના લગ્ન માટે 30 જેટલા કારીગરોની મદદથી કરોડો ની કિંમત નો ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો,ડ્રેસ ની તસવીરો તમારા હોંશ ઉડાવી દેશે

આપ સૌ લોકો જાણો છો કે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મંચન્ટના પ્રિ વેડિંગ ફંક્શન જામનગર ખાતે યોજવામાં આવ્યા હતા જેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી હતી ત્યારે હવે ફરીવાર અનંત અંબાણી અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે ત્યારે તેની અનેક ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થઈ રહી છે. આ માહોલ વચ્ચે રાધિકા મર્ચન્ટનો સ્પેસ થીમ આધારિત પ્રી-વેડિંગ પાર્ટી આઉટફિટ વાયરલ થયો છે.

પરંતુ આ લગ્ન પહેલા અંબાણી 28 અને 30 મે, 2024 ની વચ્ચે દક્ષિણ ફ્રાન્સના દરિયાકાંઠે ક્રુઝ શિપ પર ભવ્ય પ્રી વેડિંગ ફંક્શન પાર્ટીનું આયોજન કરશે.આ ફંક્શનમાં મોટી સંખ્યામાં સુપરસ્ટાર થી માંડી બિઝનેસમેન ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલા રાધિકાના અનેક આઉટફીટ ની તસવીરો સામે આવી છે.આ તસવીરો જોતા તમારી આંખો પહોળી થઇ જશે.

આપને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટની વેડિંગ પાર્ટીનો ડ્રેસ એસ ડિઝાઇનર ગ્રેસ લિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તસવીરોમાં જોઈ શકો છો કે દ્રષ્ટિ ફેબ્રિકની અસરમાં લપેટાયેલી ગેલેક્ટીક પ્રિન્સેસની હતી. ડ્રેસમાં એરોસ્પેસ એલ્યુમિનિયમ ટેક્નોલોજીથી બનેલા ડ્રેસના 3D-કોતરેલા અને શિલ્પવાળા તત્વો છે.

ડિઝાઇનરોના મતે આધુનિક ટેકનોલોજીથી ડ્રેસ બનાવવામાં આવ્યો છે આ ડ્રેસ બનાવવામાં 30 જેટલા કારીગરોની મદદ લેવામાં આવી હતી. આ ડ્રેસમાં 3d એનિમેશન નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ડ્રેસ ની સુંદરતામાં વધારો થઈ રહ્યો છે. જોકે આ ડ્રેસ ની કિંમત હજુ સુધી જાહેર થઈ નથી પરંતુ અંબાણી પરિવાર પોતાની કોઈપણ વસ્તુને લઈને હંમેશા ચર્ચામાં રહે છે જેની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડો અને અબજોમાં જ હોય છે.

અનંત અંબાણી અને રાધિકા 12 જુલાઈ 2024 ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે પરંતુ તે પહેલા અનેક પાર્ટીનું આયોજન અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે આવનારા સમયમાં અંબાણી પરિવારના ફંકશન અને લગ્ન ધૂમ મચાવશે. આ માટે અંબાણી પરિવાર ખૂબ જ તડામાર તૈયારીઓ કરી રહ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *