પ્રેમ કહાની હોય તો આવી!! પત્ની IPS અને પતિ IASને એકબીજા વચ્ચે થયો પ્રેમ ને કર્યા લગ્ન,હાલ માં કરી રહ્યા છે એવું કામ કે… વાંચો સમગ્ર પ્રેમ કહાની
આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ભગવાન ઉપરથી જ દરેક લોકોની જોડી બનાવતા હોય છે માત્ર વ્યક્તિ ધરતી પર લગ્નના પવિત્ર બંધનમાં બંધાય નવી શરૂઆત કરતો હોય છે. પ્રેમ અને જીવનમાં સારા વ્યક્તિનું મિલન થવું તે નસીબની વાત છે. આજે એક એવી જ જોડી વિશે વાત કરવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં આઈએએસ અને આઇપીએસ ની જોડી ધૂમ મચાવી રહી છે. આ પ્રેમ કહાનીમાં આઈએએસ તુષાર સિંગલા અને આઇપીએસ નવજ્યોત સિમી ની ખૂબ ચર્ચામાં આવી રહ્યા છે.
આ બંને એકબીજા સાથે અનેક મુલાકાત કરી હતી ત્યારબાદ બંને લોકોને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ પ્રેમ થયા પહેલા બંને લોકોએ એકબીજાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાદ પોતાના પ્રેમને આગળ વધારવા માટે બંને લોકોએ લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. પંજાબની રહેવાસી ડો.નવજ્યોત સિમી એ બાબા જસવંત સિંહ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ માં અને રિસર્ચ સેન્ટર થી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી ની ડિગ્રી મેળવી છે. પરંતુ તેને ડોક્ટરના ક્ષેત્રમાં સંતોષ ન મળતા યુ પી એસ સી પરીક્ષા ની તૈયારીઓ શરૂ કરી હતી. પરંતુ વર્ષ 2016 ના પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહી હતી છતાં પણ તેણે હાર ન માની અને ફરીવાર 2017માં ખૂબ સંઘર્ષો કરી 2018 ના વર્ષમાં આઇ પી એસ ઓફિસર બનવામાં સફળતા મેળવી.
આ સાથે સાથે પંજાબ ના બરનાળા ના રહેવાસી તુષાર સિંગલા એ IIT દિલ્લી થી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.IAS તુષાર સિંગલા 2015 ની બેન્ચ ના અધિકારી છે. આ બંને વચ્ચે ટ્રેનિંગ દરમિયાન મુલાકાત થઈ હતી. સૌપ્રથમ બંને લોકો એકબીજાના સારા મિત્રો હતા. બંને લોકોએ એકબીજા સાથે ઘણો સમય પસાર કર્યો હતો અને બંને લોકો એકબીજાને ખૂબ સારી રીતે સમજવા પણ લાગ્યા હતા.આ બાદ પ્રથમ ડેટ પટનાના એક રેસ્ટોરન્ટમાં થઈ હતી. બંને લોકોએ આ રેસ્ટોરન્ટની મુલાકાતમાં જ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ બંને લોકો રાષ્ટ્ર સેવાના પદ પર રહી રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે. પરંતુ બંને લોકો આટલા મોટા અધિકારી હોવા છતાં પણ 14 ફેબ્રુઆરી 2020 ના વેલેન્ટાઈન ડે ના દિવસ એ નવજ્યોત સિમી વેસ્ટ બંગાળ પહોંચી હતી અને ત્યાં જ થોડા નજીક ના લોકો ની હાજરી માં આઈએએસ તુષાર સાંગલા ની સાથે ઓફિસ માં જ રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા. આજે લોકો પોતાના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવાનું પસંદ કરે છે પરંતુ આ અધિકારીએ પોતાના લગ્ન સાદગી રીતે પૂર્ણ કરી એક અલગ સંદેશ ફેલાવ્યો હતો.