|

બેંગ્લોર સામે રાજસ્થાનની જીત બાદ ચહલની પત્ની ધન શ્રીએ સોશિયલ મીડિયામાં ખાસ તસવીરો શેર કરી, સાઉથ અભિનેત્રીનો જોવા મળ્યો જલવો

Ipl 2024 ની એલિમેન્ટર મેચમાં આરસીબી ની ટીમને હરાવી રાજસ્થાન રોયલ ક્વોલિફાઇડ ટુમાં હૈદરાબાદ સામે રમવા માટે પહોંચી ગયું છે આ મેચમાં રાજસ્થાન રોયલ ની ટીમ એ ખૂબ જ સરળતાથી આ મેચ જીતી લીધી હતી. રાજસ્થાન રોયલ ની ટીમ શાનદાર જીત સાથે ફાઇનલ ની નજીક પહોંચી ગઈ છે.

રાજસ્થાની ટીમ તરફથી રિયાન પરાગ અને યશસ્વી જયસ્વાલ એ ખૂબ સારું પ્રદર્શન કરી રાજસ્થાનની ટીમ ને જીત અપાવી હતી.યશસ્વી જયસ્વાલ એ 45 રન,રિયાન પરાગે 36 રન અને શિમરોન હેટમાયરે 26 રન બનાવી રાજસ્થાનની જીતને શક્ય બનાવી હતી.જો કે બેંગ્લોર ની ટીમ પણ લગાતાર છ મેચ જીતી ટોપ ફોર માં સ્થાન બનાવી રાજસ્થાન સામે મેચ રમી હતી પરંતુ ખેલાડીના ખરાબ પ્રદર્શનને કારણે જીતવામાં સફળ રહી ન હતી.

રાજસ્થાની ટીમ ક્વોલિફાયર ટુ માં હૈદરાબાદની ટીમ સામે ટકરા છે આ મેચમાં વિજેતા ટીમ કોલકાતા સામે ફાઈનલ રમશે. રાજસ્થાનની જીત સાથે યુઝવેન્દ્ર ચહલ ની પત્ની ધનશ્રીએ અમુક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ તસવીરમાં ધનશ્રી સ્ટેડિયમમાં પોતાના પતિ ચહલ ને સપોર્ટ કરતી જોવા મળે છે. આ સાથે સાથે તેને સાઉથ એક્ટર સાઈ પલ્લવી સાથે પણ મુલાકાત કરી હતી.ધન શ્રી એ આ તસવીર ના કેપ્શન માં ચેન્નઈ લખ્યું હતું આ પરથી લાગી રહ્યું છે કે આ તસવીર ચેન્નાઈના સ્ટેડિયમની હશે.

ચહલ ની પત્ની ધનશ્રી તેને દરેક મેચમાં સપોર્ટ કરતી જોવા મળે છે આ સાથે સાથે t20 વર્લ્ડ કપમાં સિલેક્શન સાથે ધન શ્રી એ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તમામ ચાહકો સાથે આ ખુશીના સમાચાર શેર કર્યા હતા ને પોતાના પતિને શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી હાલમાં તો સ્ટેડિયમ સાથેની આ તસવીરે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *