|

OMG.. એન્ટ્રી હોય તો આવી!! વિશાળ સંખ્યામાં ગાડીઓના કાફલા અને બોડીગાર્ડ સાથે સલમાન ખાનની એરપોર્ટ પર એન્ટ્રી જુઓ વાયરલ વિડિયો

આપ સૌ લોકો જાણો છો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના તમામ અભિનેતા અને અભિનેત્રીઓ ને કડક સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવે છે.તેમાં પણ ભાઇજાન તરીકે જાણીતા સલમાન ખાન સુરક્ષાના મામલા માં પ્રથમ સ્થાન પર આવે છે. સલમાન ખાન દરેક જગ્યાએ પોતાના મોટા કાફલા અને સુરક્ષા બંદોબસ્ત સાથે જાય છે. સલમાન ખાનની એન્ટ્રી અનેકવાર જોવા મળે છે જેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે.

હાલમાં જ એક એરપોર્ટ પાસે સલમાન ખાનની એન્ટ્રી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે સલમાન ખાન પોતાના બોડીગાર્ડ અને મોટી સંખ્યામાં બ્લેક ગાડીઓ સાથે ધમાકેદાર એન્ટ્રી કરે છે. આ એન્ટ્રીમાં બોડીગાર્ડ સાથે સાથે જવાનો અને પોલીસની ગાડીઓ પણ જોવા મળે છે. સલમાન ખાન પોતાની સાથે વિશાળ સિક્યુરિટી રાખે છે જે આ વિડીયો દ્વારા જોઈ શકાય છે. આ વીડિયોને અત્યાર સુધી ત્રણ લાખ કરતા વધારે લોકોએ જોયો છે જેમાં અલગ અલગ લોકોએ કોમેન્ટ કરી છે.

આપ સૌ લોકો જાણતા હશો કે સલમાન ખાનના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે. પરંતુ તેની સાથે સાથે સલમાન ખાન અનેક કેસમાં જોવા મળે છે આ સાથે સાથે સલમાન ખાનના હેટર પણ ખૂબ મોટી સંખ્યામાં છે આ તમામ કારણોને ધ્યાનમાં રાખી સલમાન ખાનની સિક્યુરિટીમાં પણ સતત વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી સલમાન ખાન કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નથી પરંતુ આવનારા સમયમાં સલમાન ખાન બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફિલ્મથી ધૂમ મચાવે તેવી શક્યતા છે.

આ સાથે સાથે વિડીયોના અંતમાં જોઈ શકો છો કે સલમાન ખાન અને તેના સાથીદારો નું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેથી કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાયા અને સલમાન ખાનને પૂરતી સુરક્ષા મળી રહે ઘણા લોકોએ કોમેન્ટમાં કહ્યું હતું કે તમે ખુદ એક બોડીગાર્ડ છો તમારે કોઈ બોડીગાર્ડ રાખવાની જરૂર નથી તો અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે સિક્યુરિટી હોય તો આવી તો અન્ય વ્યક્તિએ ભાઈજાન ને વેલકમ કહ્યું હતું આ સાથે તમામ ચાહકોએ સલમાન ખાનની એન્ટ્રી પર પ્રેમ દર્શાવ્યો હતો. હાલમાં તો આ સિક્યુરિટી નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *