કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર ઓસ્ટ્રેલિયામાં લોકડાયરા ની મચાવી ધૂમ, ભુરીયાએ ડોલરોનો કર્યો વરસાદ – જુઓ વાયરલ તસવીરો

આપ સૌ લોકો જાણો છો કે હાલમાં ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર બંને પરમ મિત્રો પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસની મજા માણી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા માં રહેતા ભારતીય લોકો દ્વારા ભવ્ય લોક ડાયરા અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર ખાસ ઉપસ્થિત રહ્યા છે. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

બંને કલાકારોએ ઓસ્ટ્રેલિયાની ધરતીમાં લોક ડાયરા અને રાસ ગરબાની ધૂમ મચાવી હતી આ સાથે સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય લોકોનો પણ ખૂબ જ પ્રેમ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન સમગ્ર વાતાવરણ જાણે ભારતમાં ડાયરો હોય તેવું લાગી રહ્યું હતું. આ કારણથી કહી શકાય કે આજે લોક ડાયરા અને લોકસંગીતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે માયાભાઈ આહીર અને કિર્તીદાન બંને એકબીજાના પરમ મિત્રો છે આ કારણથી જ ઓસ્ટ્રેલિયાના લોક ડાયરામાં કિર્તીદાન ગઢવીએ પોતાના મિત્ર માયાભાઈ આહીર માટે દોસ્તી નું ગીત ગાયું હતું જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. ઓસ્ટ્રેલિયા ના લોકો પણ મન મૂકીને રાસ ગરબામાં નાચ્યા હતા.

આ સાથે સાથે કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર પર ડોલર નો વરસાદ થયો હતો. પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અનેક સ્થળોની મુલાકાત પણ લીધી હતી. હાલમાં તો બંને પરમ મિત્રો ઓસ્ટ્રેલિયાની ધરતીમાં ધૂમ મચાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના લોકો દ્વારા બંને કલાકારો નું ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું.

દરેક ભારતીય લોકો ઓસ્ટ્રેલિયામાં રહીને પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્કારો હજુ સુધી નથી ભૂલ્યા. તે આ કાર્યક્રમમાં જોવા મળ્યું હતું બંને કલાકારો ભગુડા ના ડાયરામાં હાજરી આપી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થયા હતા જેની એરપોર્ટ પરથી પણ અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *