અંબાણી પરિવારના પ્રિ વેડિંગ ફંક્શનમાં પ્રથમ દિવસે જ ક્રૂઝની અંદર નો નજારો આવ્યો સામે, લાઈટ અને ડેકોરેશન પાછળ કર્યો કરોડોનો ખર્ચ – જુઓ વાયરલ તસવીરો
આપ સૌ લોકો જાણો છો કે અનંત રાધિકાના બીજા પ્રી વેડિંગ ફંક્શન લગ્ન પહેલા ઈટલી અને ફ્રાન્સની વચ્ચે દરિયા કિનારામાં આયોજિત કરવામાં આવ્યા છે. આ પ્રિવેડિંગ ફંક્શન ની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે ક્રુઝની અંદરનો નજારો સામે આવ્યો હતો.જેમાં લંચ ડિનર પાર્ટી સાથે ડીજે નાઈટ પાર્ટીના અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ક્રુઝ પ્રિ વેડિંગ ફંકશનના ચાર દિવસમાં 4380 km નું અંતર કાપશે. આ ક્રુઝ કોઈ સામાન્ય નહીં પરંતુ ફાઈવ સ્ટાર હોટલ અને મહેલ કરતા પણ વિશેષ છે જેમાં તમામ સુવિધા નો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે સ્ટાર નાઇટ પાર્ટીનું આયોજન થયું હતું. આ પાર્ટીમાં દક્ષિણ આફ્રિકાના ડીજે બ્લેક કોફી એ પર્ફોમન્સ કર્યું હતું.
માત્ર એટલું જ નહીં પરંતુ આ ક્રુઝની અંદર નાઇટ નો નજારો ખૂબ જ જોવા લાયક હતો કારણ કે સ્વર્ગ જેવો સુંદર નજારો ઉભો કરવામાં આવ્યો હતો આ તસ્વીરો અનેક સેલિબ્રિટી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી.આ ક્રુઝ નું નામ સેલિબ્રિટી એસેન્ટ છે. આ જહાજ ની કિંમત ૯૦ કરોડ ડોલર એટલે કે 7475 કરોડ છે. આ ક્રુઝમાં એક સાથે 3950 મુસાફરો મુસાફરી કરી શકે
આ ક્રુઝ સાંજના સમયે લાઈટના ડેકોરેશનથી ઝગમગી ઉઠ્યું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ ડીજે નાઇટ પાર્ટીનું પણ જબરજસ્ત આયોજન થયું હતું જેમાં અનેક સેલિબ્રિટીઓ એ ભાગ લીધો હતો. જાણે દરિયાની અંદર એક અલગ શહેર અંબાણી પરિવારે ઊભું કર્યું હોય તેવું લાગી રહ્યું હતું આ નજારાએ દરેક લોકોના દિલ જીતી લીધા હતા.આ ક્રુઝ ની અંદર ડેકોરેશન માટે અંબાણી પરિવાર એ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.