Geethaben Rabari was seen in a saree of Indian culture
| |

ગીતાબેન રબારી જોવા મળ્યા ભારતીય સંસ્કૃતિ ની સાડીમાં, કેપ્શન તો એવું લખ્યું કે લોકોએ મન ભરીને કર્યા વખાણ – જુઓ વાયરલ તસવીરો

ગુજરાતના ગાયિકા ગીતાબેન રબારી આજે દેશ વિદેશમાં પોતાની નામના મેળવી ચૂક્યા છે આ કારણથી જ તેમના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે તે આટલા મોટા કલાકારો હોવા છતાં પણ હજુ સુધી પોતાની સંસ્કૃતિ સંસ્કારો ક્યારેય ભૂલ્યા નથી તે પોતાના દરેક કાર્યક્રમમાં સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળે છે આ જ કારણથી તે આજે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. ગીતાબેન રબારી હંમેશા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ચાહકો સાથે જોડાયેલા રહે છે અને અવારનવાર અનેક તસવીરો શેર કરતા હોય છે. થોડા સમય પહેલા ગીતાબેન રબારી એ ચણિયાચોળી સાથેની તસવીરો શેર કરી હતી જે ચાહકોને ખૂબ પસંદ આવી હતી.

Geethaben Rabari was seen in a saree of Indian culture
Geethaben Rabari was seen in a saree of Indian culture

આ બાદ હવે ફરીવાર ગીતાબેન રબારી ભારતીય સંસ્કૃતિની સાડી માં જોવા મળ્યા હતા. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.ગ્રીન સાડીમાં ગીતાબેન રબારી ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. સાથે સાથે તેમાં કરેલી ડિઝાઇન પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. સાથે સાથે તસવીરના કેપ્શન પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા હતા.

Geethaben Rabari was seen in a saree of Indian culture
Geethaben Rabari was seen in a saree of Indian culture

આ તસવીરના કેપ્શન માં લખ્યું હતું કે ફેશન કે દોર મેં કભી પીછે નહીં રહેના હૈ,સાડી તો હર ભારતીય નારી કા ગહના હૈ. આ કેપ્શન પરથી અંદાજો લગાવી શકાય કે ગીતાબેન રબારી ભારતીય સંસ્કૃતિને અને તેના સંસ્કારોને ખૂબ પ્રેમ કરે છે આ તસ્વીર અને સાડીના પહેરવેશ દ્વારા ગીતાબેન રબારી એ ભારતની તમામ નારીને સંદેશ આપ્યો હતો કે સાડી એ ભારતની નારીનું ઘરેણું છે માટે તમામ નારીને આપણે સંસ્કૃતિ ના ભુલાય તેનો સંદેશ આપ્યો હતો. આ તસવીરને અત્યાર સુધી 73 હજાર કરતાં પણ વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે.

Geethaben Rabari was seen in a saree of Indian culture
Geethaben Rabari was seen in a saree of Indian culture

કોમેન્ટ દ્વારા ગીતાબેન રબારી ના ચાહકોએ આ પહેરવેશના મન ભરીને વખાણ કર્યા હતા સાથે સાથે અનેક મહિલાઓએ પણ ભારતીય સંસ્કૃતિ નાં વખાણ કર્યા હતા. ગીતાબેન રબારી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાનો પહેરવેશ ક્યારેય ભૂલતા નથી આ જ કારણથી તે સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે ખરેખર ગીતાબેન રબારીએ સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ ગર્વ અપાવ્યું છે.

Geethaben Rabari was seen in a saree of Indian culture
Geethaben Rabari was seen in a saree of Indian culture

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *