પાર્થિવ ગોહિલ અને તેમની પત્ની માનસી પારેખએ ઈટલીના રોમ શહેરમાં વેકેશનની મજા માણી જુઓ વાયરલ તસવીરો
જ્યારે અભિનય, ફિલ્મ નિર્માતા,અને ગાયિકા આ ત્રણેયનો સમન્વય થાય ત્યારે માનસી પારેખનું નામ સૌ પ્રથમ નંબર આવે છે માનસી પારેખે આજે માત્ર ફિલ્મોમાં નહીં પરંતુ સંગીતની દુનિયામાં પણ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે.તેણે ઘણી ભારતીય ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કરી લોકોના દિલ જીતી લીધા છે. વર્ષ 2008 થી તેમના કરિયરની શરૂઆત થઈ હતી અને આજ દિન સુધી તમામ ગુજરાતવાસીઓને અનેક ક્ષેત્રમાં સફળ થઈ ગર્વ અપાવ્યું છે.
માનસી એ વર્ષ 2008માં પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી ત્યારથી આ જોડીએ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી દીધી છે બંને લોકો અવારનવાર પોતાની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાઇક અને કોમેન્ટ જોવા મળે છે. માનસી એ હાલ માં જ પોતાના સમગ્ર પરિવાર સાથે ઈટલી શહેરમાં પોતાના વેકેશન નો સમય પસાર કર્યો હતો જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે ઇટાલી ના રોમ શહેરમાં માનસી પોતાના પતિ પાર્થિવ ગોહિલ અને પોતાની દીકરી સાથે વેકેશનની મજા માણી રહી છે આ તસ્વીર દરમિયાન માનસી રેડટોપમાં આકર્ષક અંદાજ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું જે માટે ઈટલીની અલગ અલગ જગ્યાએ જોવા મળી રહી છે.
અમુક તસવીરોમાં રોમ શહેરનો ખૂબસૂરત નજારો જોવા મળી રહ્યો છે. પાર્થિવ ગોહિલ પણ બ્લુ ટીશર્ટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે. આ જોડી સંગીત ક્ષેત્રે અને ફિલ્મ ક્ષેત્રે ખૂબ જ લોકપ્રિય બની છે.
આ તસવીરોમાં અત્યાર સુધી 11000 કરતા વધારે લાઇક અને 100 કરતાં વધારે કોમેન્ટ મળી ચૂકી છે.આ તસવીર ના કેપ્શન માં માનસી એ લખ્યું હતું કે O MY ROME! YOU HAVE MY❤️માનસીએ ટીવી સિરિયલોમાં અભિનયની શરૂઆત 2004માં કિતની મસ્ત હૈ ઝિંદગીથી કરી હતી, પરંતુ 2005માં સ્ટાર વનની સિરિયલ ઈન્ડિયા કૉલિંગથી તેણી પ્રસિદ્ધિ પામી હતી.
One Comment