જયપુરના સોનાના વેપારીએ અમેરિકાની મહિલાને ₹300 ના દાગીના 6 કરોડમાં વેચ્યા, બે વર્ષ બાદ થયો મોટો ખુલાસો જાણો સમગ્ર ઘટના
આપણે સૌ લોકો જાણીએ છીએ કે જયપુરનું શરાફ માર્કેટ પોતાની જ્વેલરી ને માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આ માર્કેટમાં માત્ર સોના ચાંદી નહીં પરંતુ અનેક કિંમતી આભૂષણો પણ જોવા મળે છે. આ માર્કેટમાં વિદેશના અનેક લોકો પણ ખરીદી કરવા અને મુલાકાત લેવા માટે આવે છે. પરંતુ હાલમાં આ બજારમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે જેને લઇ ચારેકોર હાહાકાર મચી ગયો છે. આ માર્કેટમાં પોતાની જ્વેલરી શોપ ચલાવતા પિતા અને પુત્ર અમેરિકાથી આવેલી મહિલાને માત્ર ₹300 ના દાગીના 6 કરોડની કિંમતમાં વેચી દીધા હતા અને તેની સાથે સાથે નકલી પ્રમાણપત્રો પણ આપ્યા હતા.
આ દુકાન જયપુરના ગોપાલજી કા રસ્તા પર આવેલી છે જેના માલિક રામા રોડિયમ છે. આ મહિલા એ બે વર્ષ પહેલાં દુકાનમાંથી 6 કરોડ રૂપિયાની જ્વેલરી ખરીદી કરી હતી. ત્યારબાદ તેણે બે વર્ષ બાદ યુએસમાં લાગેલા જ્વેલરી સ્ટોલમાં વેચવા માટે મૂકી હતી. પરંતુ આ જ્વેલરી ની તપાસ કરતાં જાણવા મળ્યું કે તે દાગીના માત્ર 300 ની કિંમતના છે. આ છેતરપિંડી ની જાણ થતા ની સાથે જ તે તરત જયપુરની દુકાનમાં આવી પહોંચી હતી પરંતુ દુકાનદાર દ્વારા સામે મહિલા પર જ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.
અમેરિકન મહિલાએ અમેરિકાની તમામ જ્વેલરી ની દુકાનમાં પણ તેનું પરીક્ષણ કરાવ્યું હતું પરંતુ ત્યાં પણ નકલી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ભારત આવ્યા પછી અહીંની જ્વેલરી દુકાનમાં તેનું પરીક્ષણ કરાવ્યું હતું પરંતુ છતાં તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આ મહિલાએ માણેકચોક પોલીસ સ્ટેશનમાં આ દુકાનદાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ સામે દુકાનદારે પણ મહિલા સામે જુઠ્ઠા આક્ષેપોને ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ દરમિયાન જાણવા મળ્યું કે આ દાગીનામાં નકલી પોલીસ કરવામાં આવ્યું હતું. અને માત્ર ₹300 ના દાગીના મહિલાને છ કરોડમાં વેચવામાં આવ્યા હતા.
પોલીસ હાલમાં ફરિયાદના આધારે વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે સાથે સાથે જયપુરની અન્ય દુકાનમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેથી કરી આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિ વિદેશના કે ભારતીય લોકોને નકલી દાગીના નું વેચાણ ન કરી શકે. હાલમાં તો ચારે તરફ લોકોને આ ઘટના બાબતે વિચારવા માટે મજબૂર કરી દીધા છે. હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં પોલીસ દુકાનદાર અને મહિલાના કેસના આધારે શું નિર્ણય લાવી શકે છે.