હે પ્રભુ બચાવી લેજે!! મકાનો પણ ડૂબી જશે, આ તારીખે વરસાદ મચાવશે તબાહી પરેશ ગોસ્વામી એ વ્યક્ત કરી આગાહી
હાલ સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ સમય વચ્ચે તમામ લોકો વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે પરંતુ થોડા સમય પહેલા ગુજરાતના અને શહેરોમાં ધીમીધારે વરસાદના એંધાણ જોવા મળ્યા હતા. પરંતુ ત્યારબાદ ચારે તરફ તમામ ગુજરાતવાસીઓની ભારે બફારા નો સામનો કરવો પડ્યો હતો. આ કારણથી તમામ લોકો કાળજાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે.
ગુજરાતના તમામ લોકોને ભારે ગરમી અને તડકાને કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. જેને કારણે અનેક જગ્યાએ મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા જોકે દર વર્ષ કરતા આ વર્ષે ગુજરાતમાં ગરમીનું સૌથી વધારે પ્રમાણ નોંધાયું હતું તેમાં ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ આ તમામ શહેરોમાં ભારે તાપમાન જોવા મળ્યું હતું.
આ માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી વરસાદને લઈ ખૂબ જ મોટી આગાહી સામે આવી છે.જેને સાંભળી ચારે કોર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આપણે સૌ લોકો જાણીએ છીએ કે દક્ષિણ ભાગોમાં વરસાદના આગમન બાદ ધીરે ધીરે ચોમાસુ આગળ વધે છે દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં 28 જૂન પછી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે હવે આવનારા સમયમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી ની આગાહી પ્રમાણે 15 જુન બાદ ગુજરાતના અનેક વિસ્તારો વરસાદ થી પ્રભાવિત થશે.
આ સાથે સાથે દર વર્ષ કરતાં આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થવાની પણ શક્યતા છે કારણ કે આ વર્ષે ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ વધતું જોવા મળ્યું હતું. આ કારણથી જ મેઘરાજા ગુજરાતમાં દર વર્ષ કરતા પહેલા શરૂઆત કરે તેવી શક્યતા છે. આગાહીથી ખેડૂત વર્ગમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ સાથે સાથે ભારે વાવાઝોડાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેને કારણે દરિયાકાંઠાના વિસ્તારોને સાવચેત રહેવા જણાવ્યું હતું પરંતુ હજુ સુધી તેની કોઈ ખાસ ખબર સામે આવી નથી.