ટીવી સીરીયલની અભિનેત્રી સંગીતા ઘોષ 45 વર્ષની ઉંમરે બની માતા, દીકરીનું નામ એવું રાખ્યું કે લોકો કરી રહ્યા છે વાહ વાહ
આપ સૌ લોકો ટીવી સિરિયલ દુનિયા થી ફેમસ થયેલી અભિનેત્રી સંગીતા ઘોષ ને ઓળખતા હશો આ અભિનેત્રી હવે ફરીવાર લાંબા સમય બાદ ટીવી શો માં પોતાનું કમબેક કરી રહી છે. આ સમાચાર થી તેમના ચાહકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.આ સાથે અભિનેત્રી એ માતા બનવા અંગેની ખુશી પણ વ્યક્ત કરી હતી. એને વિશ્વાસ નહોતો કે જ્યારે માતા બની શકશે. કોરોના દરમિયાન માતા બનવા અંગે તેના પતિ સાથે વાત કરી હતી આ કારણથી જ તે પોતાના પતિનો આભાર માને છે.
આ નિર્ણય થી બંને લોકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. અભિનેત્રી આ સાથે પોતાની દીકરીનું નામ પણ જાહેર કર્યું હતું. તેણે પોતાની દીકરીનું નામ દેવી રાખ્યું છે. આ સાથે સાથે તેણે કહ્યું હતું કે હવે પોતાની દીકરી માટે ખૂબ જ યંગ બનવું પડશે તેને ભણાવી ગણાવીને ક્રિકેટ ફૂટબોલ જેવી રમતનો પણ આનંદ માણવો છે.
આબાદ એક વ્યક્તિએ પૂછતા કહ્યું હતું કે તેને ક્યારેય માતા નવા માટે સમાજના દબાણનો સામનો કરવો પડ્યો છે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે તેને પોતાના નિર્ણયો પર ક્યારેય પસ્તાવો થયો નથી. લોકો મારા વિશે શું કહે છે એની મને કોઈ પરવા નથી. હું મારા જીવનમાં ખૂબ જ ખુશ છું. હંમેશા નકારાત્મક લોકોથી દૂર રહું છું અથવા તેને મારા જીવનમાં પ્રવેશ થવા દેતી નથી.
અભિનેત્રી હાલમાં એક સુંદર દીકરીની માતા બની ગઈ છે. આ ખુશી ના સમાચાર તેણે પોતાના ચાહકો સાથે વ્યક્ત કર્યા હતા.તેમની દીકરી નો જન્મ 25 ડિસેમ્બર 2021 ના રોજ કોરોનાના સમય દરમિયાન થયો હતો. પરંતુ દીકરીના જન્મ પછી 25 દિવસ બાદ તેને પોતાના કામ પરત ફરવું પડ્યું હતું પરંતુ તેને આ વાતનો કોઈ અફસોસ નથી. તેણે કહ્યું હતું કે જ્યારે તમે તમારા કામ માટે પોતાના પરિવારને છોડીને જાવ છો તેમાં કઈ ખોટી વાત નથી આ વાતથી મારી પુત્રી પણ કદાચ ખુશ હશે.
અભિનેત્રી પોતાના કામ દરમિયાન પણ પોતાની દીકરીને ક્યારેય ભૂલતી નથી તે હંમેશા પોતાના હૃદયમાં દીકરીને સાચવીને રાખે છે. સંગીતા પોતાના કામ સાથે દીકરીને પણ ખૂબ જ પ્રેમ કરે છે. અભિનેત્રીએ ટીવી સીરીયલ ની દુનિયામાં ખૂબ જ સારો અભિને કરી લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું હતું. આ કારણથી જ તે અનેક ટીવી સિરીયલોમાં જોવા મળે છે.