બોલીવુડ સિંગર અલકા યાજ્ઞિકને થઈ કાનની ગંભીર બીમારી અચાનક સંભળાતું થયું બંધ ડોક્ટર સામે એવું કારણ બહાર આવ્યું કે…
મૂળ ગુજરાતી પરિવારમાંથી આવતી અને બોલીવુડ ની દુનિયા સુધી પોતાનો અવાજ પહોંચાડનારી અલકા યાજ્ઞિકને કાનની ગંભીર બીમારી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ચિંતાજનક સમાચાર અલકા યાજ્ઞિકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ચાહકોને આપ્યા હતા. આ સમાચાર સાંભળ્યા બાદ ચાહકોમાં પણ ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો. સિંગર એક દુર્લભ ડિસઓર્ડરનો શિકાર છે જેના કારણે તેણીએ સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી છે. ફલાઇટમાંથી મુસાફરી કર્યા બાદ અચાનક સંભળાવવાનું બંધ થઈ ગયું હતું. આ બાદ અઠવાડિયા પછી અલકા યાજ્ઞિકે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ગંભીર બીમારી અંગે ચાહકોને સમાચાર આપ્યા હતા.
આ સમાચાર આપતા સિંગરે લખ્યું હતું કે હું મારા બધા ચાહકો મિત્રો અને શુભેચ્છકોને કહેવા માંગુ છું કે થોડા અઠવાડિયા પહેલા, હું ફ્લાઈટમાંથી બહાર નીકળી કે તરત જ મને અચાનક અહેસાસ થયો કે હું કંઈ સાંભળી શકતી નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં હિંમત ભેગી કર્યા પછી હવે હું મારા મિત્રોની સામે મારું મૌન તોડવા માંગુ છું. જેઓ વારંવાર પૂછે છે કે હું ક્યાં ગુમ છું. ડોક્ટરોની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ એટેકના કારણે તેણે પોતાની સાંભળવાની શક્તિઓને ગુમાવી દીધી છે.
આગળ અલકા યાજ્ઞિક જણાવે છે કે આ અચાનક, જોરદાર આઘાતથી હું સાવ અજાણ છું. હું તેની સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહી છું, કૃપા કરીને મારા માટે પ્રાર્થના કરો” તેણે તેના ચાહકો અને સાથીઓને ખૂબ જ જોરથી સંગીત વગાડતી વખતે અને હેડફોનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની અપીલ કરી છે. આ સાથે તેણે કહ્યું છે કે તે જલ્દી સ્વસ્થ થઈને પરત આવી જશે. ચાહકો પણ અલકા યાજ્ઞિક માટે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે તથા સારા સ્વાસ્થ્ય માટે પણ શુભકામના પાઠવી હતી.
આ સમાચાર સાંભળી ચાહકોની આંખમાંથી પણ આંસુ જોવા મળ્યા હતા કારણ કે અલકા યાજ્ઞિકે દરેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે આ કારણથી જ તમામ ચાહકો માટે અલકા યાજ્ઞિક તેમના હૃદયનો મહત્વનો હિસ્સો છે. ગુજરાતી અને બોલીવુડ સિંગર સહિત તમામ લોકોએ અલકા યાજ્ઞિકના સારા સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરી હતી. હાલમાં તો ચારેકોર ચાહકો સહિત તમામ લોકોમાં ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો.