રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવતીએ ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવતા કાર 300 ફૂટ ઊંડી ખાણમાં ખાબકી યુવતી નું ઘટના સ્થળે જ દર્દનાક મો-ત
આજના ઘણા લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પોતાના જીવ પણ જોખમમાં મૂકવા માટે તૈયાર થઈ જતા હોય છે કારણ કે આજે લોકો સોશિયલ મીડિયા ના માધ્યમથી રાતોરાત ફેમસ થવા માંગે છે પરંતુ ઘણીવાર લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે આવી જ એક ઘટના મહારાષ્ટ્ર માંથી સામે આવી છે.જેને સાંભળી તમારા પણ રુવાડા ઊભા થઈ જશે. એક યુવતી વિડીયો બનાવાના ચક્કરમાં અચાનક બ્રેક ની જગ્યાએ રિવર્સ એક્સીલેટર દબાવતા પોતાની કાર 300 ફૂટ ઊંડી ખાણમાં ખાબકી હતી. આ સાથે યુવતી નું દર્દનાક ઘટના સ્થળે મોત થયું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સોમવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ૨૩ વર્ષ ની યુવતી વિડિયો બનાવતી વખતે ભૂલ થી બ્રેક ની જગ્યા એ રિવર્સ એકસીલેટર દબાવતા કાર ૩૦૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા યુવતી નું મો-ત થયું હતું.ગાડી નો પાછલ નો ભાગ સંપૂર્ણ તૂટી ગયો હતો.આ ઘટના સાથે આસપાસ ના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પરંતુ યુવતી નો બચાવ શક્ય બન્યો ન હતો.
આ મૃતક યુવતીનું નામ શ્વેતા દિપક છે.જેની ઉંમર માત્ર ૨૩ વર્ષની છે.મળતી જાણકારી અનુસાર શ્વેતા સોમવાર 17 જૂન ના રોજ બપોરે લગભગ 2 વાગ્યે ઔરંગાબાદથી સુલીભંજન હિલ્સ પર ગઈ હતી. સુલીભંજન સ્થિત દત્ત મંદિર પાસે પર્વત પર કાર ડાઇવિંગ કરતા રીલ્સ બનાવવા દરમિયાન કાર રિવર્સ કરતી વખતે આ દુર્ઘટના બની હોવાનું પોલિસ તપાસ માં સામે આવ્યું છે.
આ ઘટના પહેલા થોડી સેકન્ડ નો વિડિયો પણ સામે આવ્યો છે.જેમાં એક વ્યક્તિ યુવતી નો કાર સાથે વિડિયો ઉતારી રહ્યો છે.આ વીડિયો માં જોવા મળે છે કે કાર અને ખાણ વચ્ચે માત્ર ૫૦ મીટર નું અંતર છે.પરંતુ અચાનક બ્રેક ની જગ્યા એ એક્સેલેટર દબાવતા બચાવ શક્ય બન્યો ન હતો.આ ઘટના એ વિડિયો બનાવનાર માટે ચેતવણી સાબિત થઈ છે.