ઈટાલીના પ્રાઇમ મિનિસ્ટર મેલોની 20 વર્ષ પહેલાની તસવીરો આવી સામે બોય કટ અને બ્લેક જેકેટ સાથે જોરદાર અંદાજ તો જુઓ
હાલના સમયમાં ભારત અને ઇટાલીના સંબંધ ની ચર્ચા ચારે તરફ થઈ રહી છે કારણ કે દિવસેને દિવસે આ બંને દેશ વચ્ચેનો સંબંધ ખૂબ જ સારા થઈ રહ્યા છે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાન બનતા ની સાથે જ ઇટલી પહોંચ્યા ત્યાં તેમણે ઈટલીના પ્રાઇમ મિનિસ્ટર મેલોની સાથે મુલાકાત કરી હતી જેની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે ઈટલીના પ્રાઇમ મિનિસ્ટર મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ વખાણ કર્યા હતા સાથે સાથે બંને દેશોના સંબંધ ખૂબ જ નજીકથી બની રહેશે તેવું પણ કહ્યું હતું.
આ માહોલ વચ્ચે મેલોની ની 20 વર્ષ જૂની તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તેમની પસંદ આજે પસંદ આજે સર્વશ્રેષ્ઠ નેતા તરીકે થઈ રહી છે સાથે સાથે લોકો બ્યુટી વિથ માઈન્ડ પણ કહી રહ્યા છે. તેમણે રાજકારણની દુનિયામાં ખૂબ જ નાની ઉંમરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી જ રાજકારણ ક્ષેત્રે સફળતાના અનેક શિકારો પ્રાપ્ત કર્યા હતા. જોકે આ સફરમાં તેમને અનેક સંઘર્ષો સાથે પણ સામનો કરવો પડ્યો હતો પરંતુ પોતાના પર વિશ્વાસ રાખી તેવો સતત આગળ વધ્યા હતા.
આજે મેલોની દરેક સ્ત્રી માટે ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ છે. વાયરલ થયેલા વીડિયોમાં તે ખૂબ જ નાની ઉંમરે મોટી મોટી સભાઓને સંબોધિત કરી રહી છે. આ વિડીયો જોયા બાદ તમામ લોકોએ ખૂબ જ મન ભરીને વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ખરેખર નાની ઉંમરે રાજકારણ ક્ષેત્ર આટલી સફળતા મેળવી ખૂબ જ કઠિન હોય છે પરંતુ તેમને પોતાના સતત સંઘર્ષોથી તેને સાકાર કરી બતાવ્યું છે આવી સ્ત્રી દુનિયામાં કંઈ પણ વસ્તુને સરળ કરી તેમાં સફળતા મેળવી શકે છે.
મેલોની ની સંઘર્ષ કહાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાંભળી હતી અને તેમણે પણ ખૂબ જ વખાણ કર્યા હતા. વાયરલ વીડિયોમાં જોશો કે તેમને બોય કટ કર્યું છે અને જેકેટ પણ કર્યું છે જેમાં તે ખૂબ જ આત્મવિશ્વાસુ અને સુંદર લાગી રહ્યા છે. રાજકારણની આ સફરમાં તેમને અનેક મંત્રી પદ સંભાળ્યા હતા અને અલગ અલગ સ્થાન પર પોતાની ફરજ બજાવી હતી.
ત્યારબાદ તેમની નિમણૂક પ્રાઇમ મિનિસ્ટર તરીકે થઈ હતી આજે આ હોદ્દા પર રહી પોતાના દેશનો ખૂબ જ વિકાસ કરી રહી છે સાથે સાથે ભારત સાથે પણ ખૂબ જ સારા સંબંધો બનાવી એક સર્વશ્રેષ્ઠ લીડરની યાદીમાં પોતે સ્થાન મેળવ્યું હતું ભવિષ્યના સમયમાં પણ ભારત અને ઈટલીના સંબંધો ખૂબ જ મજબૂત થશે તેવી આશાઓ લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.