Deepika Spotted Even While Pregnant At Her Upcoming Film Event
|

પ્રેગનેટ હોવા છતાં પણ દીપિકા જોવા મળી પોતાની આવનારી ફિલ્મની ઇવેન્ટમાં, અમિતાભ બચ્ચન અને પ્રભાસે દીપીકા ની કરી મદદ-વાયરલ વિડીયો તમારું દિલ જીતી લેશે

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના ફેવરિટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીરથી હવે ટૂંક જ સમયમાં પોતાના નવા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે આ સાથે જ બંને લોકો માતા-પિતા બની જશે આ ખાસ દિવસની તેમના ચાહકો પણ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સમય વચ્ચે દીપિકાની પ્રેગનેન્સી લુક સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. પોતાના પ્રેગનેન્સી સમયની વચ્ચે પણ દીપિકા સતત કામ કરતી જોવા મળે છે આ જુસ્સાને કારણે જ ચાહકો તેને ખૂબ જ પ્રેમ કરે છે.

Deepika Spotted Even While Pregnant At Her Upcoming Film Event

હાલમાં થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં દીપિકાને અમિતાભ બચ્ચન અને પ્રભાસ મદદ કરતા જોવા મળી રહ્યા છે આ વિડીયો એ તમામ લોકોના દિલ જીતી લીધા હતા. દીપીકા હાલમાં પોતાના પ્રેગ્નન્સી નો સમય પસાર કરી રહી છે પરંતુ છતાં પણ પોતાની આવનારી ફિલ્મ કલ્કી માટે સતત મહેનત કરતી જોવા મળી રહી છે આ કારણથી તે કોઈપણ ફિલ્મમાં પોતાનો અભિનય ખૂબ જ અદભુત રીતે કરી લોકોના દિલ જીતી લે છે. વીડિયોમાં આપ જોઈ શકો છો કે દીપિકા પોતાની ફિલ્મ કલ્કીના પ્રમોશન માટે એક ઇવેન્ટમાં જોવા મળી રહી છે ત્યાં સ્ટેજ પર આગળ આવવા માટે તે પોતાની જગ્યા પર થી ઉભી થાય છે.

Deepika Spotted Even While Pregnant At Her Upcoming Film Event

દીપીકા સ્ટેજ પાસે પહોંચતા ની સાથે જ અમિતાભ બચ્ચન તેમનો હાથ લંબાવી દીપિકા પદુકોણ ને સ્ટેજ ઉપર ચડાવવામાં મદદ કરે છે. આબાદ દીપીકા સ્ટેજ ઉપર ચડતા ની સાથે જ થોડીવાર માટે ઉભી રહે છે અને ત્યારબાદ ખુરશી પર બેસી જાય છે. આ વીડિયોમાં પ્રભાસ પણ દીપિકાને મદદ કરતો જોવા મળે છે તમામ લોકોએ વિડિયો જોતાની સાથે જ અમિતાભ બચ્ચનના ખૂબ જ વખાણ કર્યા હતા. આપ સૌ લોકો જાણતા જશો કે અમિતાભ બચ્ચન અને દીપિકા પદુકોણ એક સાથે પિંકુ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

Deepika Spotted Even While Pregnant At Her Upcoming Film Event

આ ફિલ્મમાં પણ દીપિકા અમિતાભ બચ્ચનની દીકરી તરીકે નો રોલ ભજવે છે દીપિકા પદુકોણ પણ આ ફિલ્મમાં પોતાના પિતા અમિતાભ બચ્ચનનો ખૂબ જ ખ્યાલ અને પ્રેમ આપતી જોવા મળે છે. સ્ટેજ પરથી નીચે ઉતરતી વખતે પણ અમિતાભ બચ્ચન દોડીને દીપિકા પદુકોણને સહારો આપતા જોવા મળે છે ત્યારબાદ પ્રભાસ પણ તેના હાથનો આધાર આપી દિપીકા અને નીચે ઉતારે છે આ વીડિયોમાં પ્રભાસે પણ લોકોના દિલ જીતી લીધા હતા. હાલમાં તો આ વીડિયો સોશિયલ મીડિયામાં દરેક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકોએ ભરપૂર કોમેન્ટ કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *