|

બોલીવુડ સિંગર નેહા કક્કર બ્લુ આઉટફીટમાં લાગે છે ખૂબ જ સુંદર, જુઓ વાયરલ તસવીરો

બોલીવુડ ની પ્રખ્યાત સિંગર નેહા કક્કર ના ગીતો આજે દરેક લોકો માટે લોકપ્રિય બની ગયા છે આજે તે બોલીવુડની દરેક ફિલ્મમાં જોવા મળે છે થોડા દિવસ પહેલા નેહા કક્કર એ પોતાના છત્રીસમાં જન્મદિવસની શાનદાર ઉજવણી કરી હતી. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી આ જન્મદિવસમાં નેહા કક્કર ગુલાબી રંગના આઉટ ફીટમાં જોવા મળી હતી નેહા કક્કર નું આ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

નેહા કક્કરે પોતાના જન્મદિવસની ઉજવણી સુપરસ્ટાર સિંગર 3 ના સેટ પર કરી હતી નેહા કક્કર એ પોતાના જન્મદિવસની ઉજવણી ગાયક સોના સ્પર્ધકો સાથે કરી હતી આ સાથે નેહા કક્કર નો સમગ્ર પરિવાર પણ હાજર રહ્યો હતો.

નેહા કક્કર આજે વિશ્વ કક્ષાની સિંગર હોવા છતાં પણ પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે કારણ કે તેમની સફળતા પાછળ નેહા કક્કરના પરિવારનો ખૂબ સાથ સહકાર અને પ્રેમ રહેલો છે. નેહા કક્કર ઘણીવાર કોઈપણ લોકોના સંઘર્ષ સાંભળી ભાવુક થઈ જાય છે. કારણ કે તેમણે પણ આ મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે આથી જ સંગીત ક્ષેત્રમાં નેહા કક્કર આજના સમયમાં ખૂબ જ આગળ વધી વિશ્વ કક્ષાએ સંગીત ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરી રહી છે.

નેહા કક્કર હમેશા પોતાના ચાહકોને પણ ખૂબ જ પ્રેમ કરે છે કારણ કે દરેક ગીતની સફળતા પાછળ ચાહકોનો પ્રેમ રહેલો છે આ કારણથી જ નેહા કક્કર પોતાની સફળતામાં અડધો હિસ્સો ચાહકોનો માને છે. નેહા કક્કર પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હંમેશા જોડાયેલી રહે છે અને અવારનવાર અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે સાથે સાથે હવે ટૂંક જ સમયમાં નેહા કક્કર પોતાનું નવું ગીત લાવવા જઈ રહી છે આ ગીત માટે પણ ચાહકો ખૂબ જ ઉત્સાહ અને આતુરતા વ્યક્ત કરી રહ્યા છે તથા ગીતની સફળતા માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

બોલીવુડ સિંગર નેહા કક્કર એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હાલમાં જ પોતાની ખૂબ જ આકર્ષક અને સુંદર તસવીરો શેર કરી છે જેમાં તે બ્લુ આઉટફીટમાં જોવા મળી રહી છે. આ તસવીરો ચાહકોનો ખૂબ જ પસંદ આવી હતી નેહા કક્કર અલગ અલગ અંદાજમાં પોઝ આપી પોતાની સુંદરતામાં વધારો કર્યો હતો આ તસવીરને અત્યાર સુધી પાંચ લાખ કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે તમામ લોકોએ કોમેન્ટના માધ્યમથી પણ આવનારા ગીતની શુભકામના પાઠવી હતી તથા તસવીરોના પણ ખૂબ જ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *