|

રાજભા ગઢવીએ સાસણગીરના રિસોર્ટમાં પોતાનો સમય વિતાવ્યો ગીરના જંગલોમાં મજા માણી જુઓ વાયરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવી પોતાના વતન ગીર સાથે ખૂબ જ નજીકથી રહે છે આટલા મોટા કલાકાર હોવા છતાં પણ પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ ને આજ સુધી ક્યારેય ભૂલ્યા નથી આ કારણથી જ રાજભા ગઢવીના ચાહકો સમગ્ર વિશ્વમાં રહેલા છે જેને રાજ ચાહકો તરીકે પણ ઓળખવામાં આવે છે.

રાજભા ગઢવી એ હાલમાં જ ધ ગજ કૅર્સરી ગીર રિસોર્ટ ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે નયનરમ્ય અને આહલાદક દ્રશ્યનો આનંદ માણ્યો હતો.જેની તસવીરો તેણે સોશિયલ મીડિયામાં શેર કરી પોતાનો અનુભવ જણાવ્યો હતો અને સફરની અનેક ઝલક જોવા મળી હતી આ તમામ દ્રશ્યો જોતાની સાથે તમારા દિલ પણ ખુશ થઈ જશે.

ગીરના જંગલને સિંહના ગઢ તરીકે ઓળખવામાં આવે છે.આ જંગલ ગુજરાત રાજ્યના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલું છે. અહીં વનસ્પતિ વૃક્ષો ફુલછોડ પ્રાણીઓ તમામ વસ્તુ પ્રાણીઓમાં વિવિધતાના ખૂબ નજીકથી દર્શન થાય છે. આ જંગલમાં ઘણા ખરા વિદેશી વૃક્ષો પણ જોવા મળે છે. આ તમામ વૃક્ષોને કારણે અહીં રહેતા જંગલી પ્રાણીઓ પોતાનો ખોરાક પૂરો પાડે છે.

આ ગીરના જંગલમાં માત્ર સિંહ નહીં પરંતુ ચિત્તો દીપડો વાઘ જેવા જંગલી પ્રાણીઓ પણ જોવા મળે છે. આ સાથે વિવિધ પક્ષીઓ પણ જંગલની સુંદરતામાં વધારો કરે છે. ખરેખર આ ગીર ની ઝલક જોતા ની સાથે જ હૃદયમાં શાંતિનો અનુભવ થાય છે જાણે એવું જ લાગે કે સ્વર્ગ નું નિર્માણ કંઈક અહીંયા જ થયું હશે. આ ગીરના જંગલે સમગ્ર વિશ્વમાં બહુમાન વધાર્યું છે. અવારનવાર આ જંગલની મુલાકાત લેવા માટે માત્ર ભારતીય લોકોને પરંતુ વિદેશના લોકો પણ આ જંગલમાં આવે છે.

રાજભા ગઢવી એ ગીરની મુલાકાત વખતે જણાવ્યું હતું કે આ સફર વખતે મનને શાંતિ અને તાજગીનો અનુભવ થાય છે. આ સાથે તેને રિસોર્ટ ની આસપાસ આવેલા કુદરતી દ્રશ્યોના પણ દિલથી વખાણ કર્યા હતા. જીવનમાં એકવાર ગીરમાં આવેલા આ રિસોર્ટની મુલાકાત જરૂરથી લેવી જોઈએ આવું પણ રાજભા ગઢવીએ કહ્યું હતું આપ સૌ લોકો જાણતા જશો કે રાજભા ગઢવી નું બાળપણનું જીવન ગીરના જંગલોમાં જ પસાર થયું છે આ કારણથી જ તેઓ અનેક ડાયરામાં ગીરના ખૂબ જ વખાણ કરતા હોય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *