|

સોનાક્ષી સિંહાની બહેનોએ પોતાના નવા જીજુ જહીર ઈકબાલ સાથે કરી ખૂબ મસ્તી મિત્રો સાથે જોવા મળ્યો ફિલ્મ જેવો માહોલ જુઓ ખાસ તસવીરો

23 જૂન 2024 ના રોજ બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આપને જણાવી દઈએ કે બંને છેલ્લા સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ હજુ સુધી પોતાની પ્રેમ કહાની લોકો સમક્ષ જાહેર કરી ન હતી પણ 23 જૂન ના રોજ બંને લોકોએ રજીસ્ટર લગ્ન કર્યા હતા.

આ લગ્નમાં બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટીઓ અને બંને પક્ષના પરિવારજનો સાથે મિત્રો પણ હાજર રહ્યા હતા આ તમામ લોકોની સાક્ષીમાં લગ્ન પૂર્ણ થયા હતા. આ લગ્નના સમાચાર સોનાક્ષી સિન્હાના ચાહકોને મળતા ની સાથે જ આનંદનો પાર રહ્યો ન હતો અને તમામ લોકોએ લગ્નની તસવીરોમાં શુભકામના અને શુભેચ્છા પાઠવી આ લગ્નને ખાસ બનાવ્યા હતા.

આ લગ્નમાં તમામ લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે સાથે સાથે બંનેના માતા પિતાએ સોનાક્ષી સિંહા અને જાહીર ઈકબાલને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. આ લગ્નમાં બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓની એન્ટ્રીને કારણે લગ્નની રોનક ખીલી ઉઠી હતી. આ લગ્ન નો વિડીયો સોનાક્ષી સિંહાના પતિ જહીર ઈકબાલ એ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા કેપ્શન માં લખ્યું હતું કે પરિવાર, મિત્રો, હાસ્ય,મૂર્ખ હસી મજાક, અહીં ત્યાં દોડતા બાળકો, આનંદના આંસુ, ઉત્સાહ,ભૂલો ચીસો,આનંદ, અપેક્ષા,ગભરાટ લાગણીઓ અને સૌથી વધુ શુદ્ધ ખુશીઓ આ અમારું અવ્યવસ્થિત નાનું ઘર હતું અને તે અમે હતા. આમ કહી લગ્ન વિશે પોતાનો ભાવ અને પ્રેમ તસવીરો શેર કરી કેપ્શનના માધ્યમ દ્વારા લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.

આ લગ્નના વીડિયોમાં સોનાક્ષી સિંહા અને તેમના પતિ નજીકના મિત્રોને પરિવારજન સાથે નાચતા જોવા મળે છે. આ તસવીરો પરથી કહી શકાય કે લગ્ન પણ બંનેના પરિવારજન માટે ખૂબ જ ખાસ રહ્યા હશે. અને લગ્ન પણ બંને માટે ખૂબ જ મહત્વના છે કારણ કે બંને લોકોએ આ દિવસ માટે સાત વર્ષ સુધી રાહ જોઈ છે ત્યારે બંને લોકોની આતુરતાનો 23 જૂનના રોજ અંત આવ્યો હતો. આ માહોલ વચ્ચે વધુ એક તસવીર સામે આવી છે જે જોતાં સાથે તમે પણ ભાવુક થઈ જશો.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે શત્રુઘ્ન સિંહા પોતાની દીકરી સોનાક્ષી સિંહા નો હાથ પકડી ચાલી રહ્યા છે અને થોડીવાર માટે ભાવુક પણ થયા હતા કારણ કે દીકરીને તેમના ઘરમાંથી વિદાય આપવાની હતી અને હંમેશા માટે તેમની દીકરી તેનાથી દૂર થવાની હતી પરંતુ લગ્નના માહોલ વચ્ચે બાપ દીકરીએ પોતાના આંસુ રોક્યા હતા ને લગ્નની ખુશીમાં સામેલ થયા હતા. આ બાદ સોનાક્ષી સિન્હાના મિત્રો સોના કિતના સોના આ ગીત પર મસ્તી મજાક કરી ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ લગ્નમાં થોડો ઘણો ફિલ્મનો માહોલ પણ જોવા મળ્યો હતો કારણ કે શત્રુઘન સિંહાએ સોનાક્ષી સિંહા નો હાથ પકડી જોરથી ખામોશ કહી આંગળી ચીંધી હતી. આ દ્રશ્ય જોઈ તમામ લોકો ખૂબ જ ખડખડાટ હસી પડ્યા હતા. આ લગ્નની અન્ય તસવીરમાં સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલ વચ્ચે રોમેન્ટિક સીન પણ જોવા મળે છે પરંતુ રજીસ્ટર લગ્ન બાદ સોનાક્ષી સિંહાની આંખમાંથી આંસુ જોવા મળ્યા હતા પરંતુ તેના મિત્ર સાંત્વના આપતા ફરીવાર હસાવી દીધી હતી આ સાથે જ બંને લોકોએ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *