ટીવી સિરિયલની અભિનેત્રી હિના ખાન ગંભીર બીમારીનો ભોગ બની સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી આપ્યા સમાચાર
આજના સમયમાં બોલીવુડ સેલિબ્રિટી કરતા વધારે ટીવી સિરિયલના અભિનેતા અને અભિનેત્રીઓ હંમેશા સોશિયલ મીડિયાની દુનિયામાં છવાયેલા રહે છે. હાલના સમયમાં ટીવી સીરીયલ ની દુનિયામાં સુંદર અભિનય કરતી હિના ખાનને લઈ ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. થોડા સમય પહેલા હિના ખાનને લઇ એવા સમાચાર સામે આવ્યા હતા કે તે કેન્સરની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે પરંતુ હાલમાં જ આ વાત અંગે હિના ખાને સૌથી મોટો ખુલાસો કર્યો છે. આ વાત સાંભળી ચાહકોના પણ હોંશ ઉડી ગયા હતા.
અભિનેત્રી હિનાખાને સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે હું બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છું, એવી તાજેતરની અફવાઓને લઈને હું તમારી સાથે મહત્વપૂર્ણ માહિતી શેર કરવા માંગુ છું. આ બાબતે વધુ વાત કરતા લખ્યું હતું કે હું હિનાહોઇલ્ક્સ અને મારા પ્રત્યે પ્રેમને કાળજી રાખનાર તમામ લોકોને મારી માહિતી શેર કરવા માંગુ છું. ત્યારબાદ હિના ખાને જે વાત કહી તે સાંભળી ચાહકોની આંખમાંથી પણ આંસુ નીકળી ગયા.
તેણે કહ્યું હતું કે મને સ્તનના ત્રીજા સ્ટેજનું કેન્સર છે. પરંતુ આ બધું હોવા છતાં પણ હું આપ સૌ લોકોને કહેવા માગું છું કે હું ખૂબ જ ઠીક છું. આ રોગ ને દૂર કરવા માટે મજબૂત સંકલ્પ સાથે સંપૂર્ણ સહમત છું. મારી સારવાર હાલમાં શરૂ થઈ ગઈ છે અને હું આમાંથી વધુ મજબૂત બનવા માટે શક્ય તેટલા પ્રયત્ન કરું છું. પરંતુ તેમના ચાહકોને કહ્યું હતું કે હું આ દિવસો માટે તમારી પાસેથી થોડી પ્રાઇવેસી અને પ્રેમની આશા રાખું છું અને તે મને આપશો તેવી મને પૂરેપૂરી ખાતરી છે.
હું આપ સૌ લોકોના પ્રેમની કદર કરું છું. તમારા અંગત અનુભવ, વાર્તાઓ અને સૂચનો મારા પ્રવાસના ઘડતરમાં ઘણું મહત્વ છે. હું મારા નજીકના અને પરિવાર જન સાથે સકારાત્મક રહીશ. ભગવાનની કૃપાથી અને આપ સૌ લોકોના સાથ સહકારથી મને આશા છે કે હું આ પડકારને પાર કરીશ. આશા છે કે આપ મને આવો જ પ્રેમ સાથ અને સહકાર આપતા રહેશો આપનો ખૂબ ખૂબ આભાર આમ કહી હિના ખાને પોતાની ગંભીર બીમારી અંગે ચાહકો વચ્ચે ખુલાસો કર્યો હતો.
આપ સૌ લોકો જાણતા જ હશો કે હિના ખાન પોતાના ચાહકોને ખૂબ જ પ્રેમ કરે છે આ કારણથી જ સીરીયલ ની દુનિયામાં પણ પોતે અભિનય કરી લાખો ચાહકોના દિલ જીતે છે. પરંતુ હાલમાં કેન્સર જેવી ગંભીર બીમારી નો અભિનેત્રી હિના ખાન સામનો કરી રહી છે અને આ ખરાબ સમયમાં તેમના ચાહકો હંમેશા તેમને ખૂબ સાથ સહકાર અને પ્રેમ આપે છે આ કારણથી જ હિના ખાન કોઈપણ સમયમાં અડીખમ ઉભી રહે છે અને પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બને છે હાલમાં પણ કેન્સર જેવી ગંભીર બીમારી હોવા છતાં પણ હિના ખાન પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જોડાયેલી રહે છે અને ચાહકો પણ હંમેશા એની માટે પ્રાર્થના કરતા રહે છે.