અનંત અંબાણીના લગ્નની કંકોત્રી દ્વારકા અને સોમનાથ મંદિરમાં અર્પણ કરવામાં આવી ભગવાનને આમંત્રણ આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા, જુઓ વાયરલ વિડિયો
હવે ટૂંક જ સમયમાં અનંત અંબાણી ના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે આ લગ્ન પ્રસંગ નિમિત્તે અંબાણી પરિવારના ઘર આંગણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ સાથે જ અનંત અંબાણીના લગ્નની કંકોત્રી ગુજરાતના અનેક મંદિરોમાં ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. જેમાં થોડા સમય પહેલા નીતા અંબાણીએ કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોમાં કંકોત્રી અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ સાથે જ હવે આ કંકોત્રી ને દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને સોમનાથમાં સોમનાથ મહાદેવના ચરણોમાં કંકોત્રી અર્પણ કરી આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાશી વિશ્વનાથ મહાદેવને આમંત્રણ આપ્યા બાદ હવે આ કંકોત્રી દ્વારકા અને સોમનાથ અર્પણ કરવામાં આવી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે.
અંબાણી પરિવારના સંસ્કારો જોઈ આજે ચારે તરફ તેમના વખાણ થઈ રહ્યા છે સમગ્ર વિશ્વમાં આટલી મોટી નામના હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ સંસ્કારો અને સભ્યતાને હંમેશા પોતાની સાથે રાખી સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરે છે માત્ર એટલું જ નહીં પરંતુ પોતાના કોઈપણ કાર્યની શરૂઆતમાં ભગવાનના આશીર્વાદ સમગ્ર અંબાણી પરિવારના સભ્યો જરૂરથી પ્રાપ્ત કરે છે આ કારણથી જ તેમની કંકોત્રીમાં પણ અનેક દેવી-દેવતાઓની મૂર્તિ સાથે કંકોત્રી બનાવવામાં આવી હતી. જેથી આમંત્રિત મહેમાનો પણ ભગવાનના દર્શન કરી શકે અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પર ભગવાનના આશીર્વાદ હંમેશા માટે બની રહે.
આ કંકોત્રીમાં આપ સૌ લોકોએ જોયું જશે કે ભગવાન વિષ્ણુ, રાધાકૃષ્ણ, માતા લક્ષ્મી સાથે અનેક દેવી-દેવતાઓની છબી આ કંકોત્રીમાં લગાવવામાં આવી છે સાથે આ કાર્ડ ખોલતાની સાથે જ એની આસપાસ ભગવાન વિષ્ણુ નો શ્લોક લખાયેલો છે આથી લગ્ન આમંત્રણ કાર્ડની સુંદરતામાં ખૂબ વધારો થઈ રહ્યો છે. આ કંકોત્રી નો સમાવેશ એક બોક્સમાં કરવામાં આવ્યો છે જેમાં વૈકુંઠનું નિર્માણ કરવામાં આવ્યું છે.દેવી દેવતાઓની મૂર્તિથી આ સમગ્ર કંકોત્રીને સુશોભિત કરવામાં આવી છે જેમાં અંબાણી પરિવારનો ભગવાન પ્રત્યે નો ભાવ સ્પષ્ટપણે જોવા મળી શકે છે.
આ ભક્તિ ભાવથી ભરેલી કંકોત્રીને હાલમાં અંબાણી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અને સોમનાથ મહાદેવના ચરણોમાં સમર્પિત કરી તેમના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર ઘણીવાર દ્વારકા અને સોમનાથની મુલાકાત લે છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
આ કારણથી જ અનંત અંબાણીના લગ્ન પ્રસંગ નિમિત્તે આ કંકોત્રીને દ્વારકાધીશ મંદિર અને સોમનાથ મંદિરમાં અર્પણ કરી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ અંબાણી પરિવારના સંસ્કારના ખૂબ જ વખાણ કર્યા હતા સાથે કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અને જય સોમનાથ નો નાદ પણ જોવા મળ્યો હતો આગળના સમયમાં અનેક મંદિરોમાં અંબાણી પરિવારના લગ્નની આમંત્રણ પત્રિકા ભગવાનને અર્પણ કરવામાં આવશે.