મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને જમાઈ આનંદ પિરામલે પોતાના આકર્ષક સુટ પહેરી મામેરા વિધિમાં કરી ધમાકેદાર એન્ટ્રી, જુઓ ખાસ તસવીરો
હાલના દિવસોમાં અંબાણી પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને લઈ લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં આ લગ્ન વિધિની શરૂઆત ખૂબ જ ધમાકેદાર રીતે કરવામાં આવી હતી જેમાં મામેરા વિધિથી આ લગ્ન માટેના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ લગ્ન માટે માત્ર અંબાણી પરિવારની પરંતુ દેશ-વિદેશના તમામ આમંત્રિત મહેમાનો પણ ખૂબ જ ઉત્સાહિત છે કારણકે અંબાણી પરિવાર આજે સમગ્ર વિશ્વમાં પોતાની વિશિષ્ટ ઓળખ અને નામના ઉભી કરી છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે આ લગ્ન પહેલા અનંત અંબાણી માટે બે પ્રી વેડિંગ ફંકશન આયોજન કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ પ્રીવેડિંગ ફંક્શન જામનગર ખાતે અને બીજા પ્રિવેડિંગ ફંક્શન ઇટલી અને ફ્રાન્સ વચ્ચે ક્રૃઝમાં આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં 800 જેટલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
હવે જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નના ગણતરીના દિવસો બાકી છે ત્યારે મામેરા વિધિથી અંબાણી પરિવારના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં લગ્ન માટેની શુભ શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં જ અંબાણી પરિવાર દ્વારા વંચિત પરિવાર માટે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક દંપતિઓએ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી આ સમૂહ લગ્નમાં તમામ લોકોએ પોતાના લુક થી લોકોને દીવાના બનાવ્યા હતા. આ વચ્ચે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ પણ પોતાના આકર્ષક લુક થી ચાર ચાંદ લગાવી દીધા હતા. આ સમૂહ લગ્નમાં ઇશા અંબાણીએ મસ્ટર્ડ કલરનો સાદો સૂટ પહેર્યો હતો. અમીર પરિવાર ની દીકરી હોવા છતાં પણ હંમેશા સાદગી થી જીવવાનું પસંદ કરે છે.
આ સમૂહ લગ્નમાં તેણે ખુલ્લા વાળ રાખ્યા હતા. આ સાથે ઇશા અંબાણીના પતિ અને જમાઈ આનંદ પીરામલ કોઈ સેલિબ્રિટી થી કમ નહોતા લાગી રહ્યા.આ ફંક્શનમાં આનંદ પીરામલે ક્રીમ રંગનો કુર્તા પાયજામાનો સેટ પહેર્યો હતો. આ સાથે તેણે કુર્તા ઉપર ફ્લોરલ પ્રિન્ટનું જેકેટ પહેર્યું હતું. ઇશા અંબાણી અને આનંદ પીરામલ ની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ બંને ના લુક ની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. આ સુટ ની કિંમત જાણીને તમે પણ ચોકી જશો આ સુટ ને કોઈ મશીન દ્વારા નહીં પરંતુ હાથની બનાવટથી બનાવવામાં આવ્યો છે અને તેમાં ખૂબ જ સૂક્ષ્મ રીતે ભરત કામ કરવામાં આવ્યું છે જેથી ડ્રેસની સુંદરતામાં વધારો થઇ રહ્યો છે. આ ડ્રેસ ની કિંમત આશરે 95000 કરતા પણ વધારે જાણવામાં આવી રહી છે.
ઈશા અંબાણીએ મામેરા વિધિ અને સમુહ લગ્ન પહેલા કૃષ્ણ કાલી મંદિરમાં ભાઈ અનંત અંબાણીના લગ્ન માટે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો આ મંદિરની મુલાકાતમાં ઈશા અંબાણી સાથે તેમનો સમગ્ર પરિવાર જોવા મળ્યો હતો ત્યારબાદ મહાપૂજા અને મહાઆરતી નો લાભ લીધા બાદ ભવ્ય હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ હવન અનંત અંબાણીના લગ્નના ભાગરૂપે હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ હાલમાં તો આ સમૂહ લગ્ન બાદ મામેરાવિધિ ની ધમાકેદાર શરૂઆતથી લગ્ન માટે નો ઉત્સાહ અને ઉમંગ સાથે આતુરતા જોવા મળી રહી છે.