|

ઓપન બસમાં લાખોની જનમેદની વચ્ચે વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું થયું ભવ્ય સ્વાગત વાનખેડે સ્ટેડિયમમાં લાગ્યા વંદે માતરમના નારા, જુઓ વાયરલ તસવીરો

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિશ્વવિજેતા ભારતની ટીમની મુલાકાત સૌ પ્રથમ દિલ્હીમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઈ હતી જેમાં તમામ ભારતના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી મોદી સાથે પોતાના અંગત અનુભવ શેર કર્યા હતા. આ મુલાકાતમાં તમામ ખેલાડીઓના પરિવારજન પણ હાજર રહ્યા હતા જેમણે પ્રધાનમંત્રી મોદી સાથે ફોટોગ્રાફી કરાવી હતી જેના અનેક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વીડિયોમાં આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી ની ફરતે વર્તુળાકાર માં તમામ ખેલાડીઓ બેઠા છે જેમાં ડાબી બાજુ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને જમણી બાજુ કોચ રાહુલ દ્રવિડ બેઠા હતા.

આબાદ ભારતની ટીમનો આગળનો કાર્યક્રમ મુંબઈમાં થવા જઈ રહ્યો હતો જેમાં દિલ્હીની ફ્લાઈટમાં બેસી સમગ્ર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ મુંબઈ પહોંચ્યા હતા.જ્યાં ઓપન બસમાં ભારતના ખેલાડીઓ બેસી મુંબઈના મરીન ડ્રાઈવ થી વાનખેડે સ્ટેડિયમ પોહચ્યા હતા. આ પરેડમાં 40,000 કરતાં પણ વધારે ક્રિકેટના ચાહકોએ ટીમ ઇન્ડિયાનું સ્વાગત કર્યું હતું.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે લાંબા વર્ષની આતુરતા બાદ ભારતની ટીમ 20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી આ ઉત્સવની ઉજવણી મુંબઈ વાસીઓએ ભારતના ખેલાડીઓ સાથે કરી હતી જેમાં 40,000 કરતાં પણ વધારે ક્રિકેટ ચાહકોનો પ્રેમ તમામ ખેલાડીઓને પ્રાપ્ત થયો હતો. વાયરલ પરેડના દ્રશ્યો જોતા તમને લાગશે જાણે સમગ્ર ભારત ઉમટી પડ્યું હોય આ માહોલ વચ્ચે લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો આ પરથી કહી શકાય કે ભારતમાં ક્રિકેટ માટે લોકોનો અલગ જ પ્રેમ રહેલો છે.

આ બાદ ટીમ ઇન્ડિયા વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી હતી.જ્યાં 33,000 ક્ષમતાવાળા સ્ટેડિયમમાં 40,000 કરતાં પણ વધારે લોકો ભેગા થયા હતા. ટીમ ઇન્ડિયાના ખેલાડીની ઝલક જોવા માટે તમામ ચાહકો પાંચ કલાક પહેલા જ મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમમાં ભેગા થઈ ગયા હતા જેને કારણે લોકલ ટ્રેનોમાં પણ ખૂબ જ ભારે ભીડ જોવા મળી હતી. મરીન ડ્રાઈવ અને સ્ટેડિયમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા હતા કે પોલીસ માટે સુરક્ષા જાળવવી પણ ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. સ્ટેડિયમ માં ક્ષમતા કરતા વધારે લોકો આવવાને કારણે તેના દરવાજા બંધ કરવાની પણ ફરજ પડી હતી.ભારે વરસાદ હોવા છતાં પણ ખેલાડી પ્રત્યેનો ચાહકોનો પ્રેમ વધતો જતો જોવા મળ્યો હતો. તમામ લોકો ભીંજાઈ ગયેલા હોવા છતાં પણ ખેલાડીનું સ્વાગત સન્માન કર્યું હતું.

ટીમ ઈન્ડિયાની વાનખેડા સ્ટેડિયમ એન્ટ્રી ની સાથે જ ‘વેંગા બોયઝ’થી લઈને ‘ચક દે ઈન્ડિયા’, ‘લેહરા દો’થી લઈને ‘વી આર ચેમ્પિયન્સ ના ગીતો થી સમગ્ર સ્ટેડિયમમાં લોકોએ ડાન્સ કરીને ટીમ ઇન્ડિયા ને આવકારી હતી. ત્યારબાદ તમામ ખેલાડીઓ સ્ટેડિયમમાં ફરીને ચાહકોના પ્રેમને વધાવ્યો હતો. સ્ટેડિયમમાં રોહિત રોહિત કોહલી કોહલી ચેમ્પિયન જેવા નારા લગાવતા લોકો પણ જોવા મળ્યા હતા.

આબાદ અંતમાં વંદે માતરમ ના ગીતથી સમગ્ર સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું હતું જેમા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ પણ સાથ આપ્યો હતો અને વંદે માતરમના જોર જોરથી નારા લગાવ્યા હતા. આ સાથે જે હાર્દિક પંડ્યાને સ્ટેડિયમમાં ટ્રોલ નો સામનો કરવો પડ્યો હતો. આજ સ્ટેડિયમમાં તમામ લોકોએ હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડર પ્રદર્શનના વખાણ કરતા જોવા મળ્યા હતા અને તમામ લોકોના દિલ હાર્દિક પંડ્યા એ આજ સ્ટેડિયમમાં જીતી લીધા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *