નીતા અંબાણી રાસ ગરબા માટે જરદોસી ભરતકામ સાથે દુનિયાના સૌથી કીમતી હાથીદાંતના લહેંગામાં ચમક્યા જુઓ વાયરલ તસવીરો
અનંત અંબાણી ના લગ્ન પહેલા ભવ્ય રાસ ગરબા નો આયોજન કોકીલાબેન તરફથી કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર અંબાણી પરિવાર રાસ ગરબા માં સામેલ થયા હતા અને તમામ લોકોએ ગુજરાતી ગીતોમાં રાસ ગરબાની રમઝટ જમાવી હતી. ગુજરાતી પરિવારના ઘર આંગણે પ્રસંગ હોય અને ગરબા ના હોય આવું તો શક્ય જ નથી આ કારણથી જ અંબાણી પરિવારના ઘર આંગણે હવે ટૂંક જ સમયમાં લગ્નની શરણાયો ગુંજવા જઈ રહી છે તે પહેલા કોકીલાબેન અંબાણી દ્વારા રાસ ગરબાનું આયોજન કરી તમામ લોકોને ગરબે રમાડ્યા હતા.
જેમાં આ રાસ ગરબા માટે નીતા અંબાણીએ પોતાના આકર્ષક ડ્રેસ ની પસંદગી કરી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યા છે.
મનીષ મલ્હોત્રાએ હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં નીતા અંબાણી ના આકર્ષક લહેંગાની તસવીરો શેર કરી છે.નીતા અંબાણીના લહેંગા સર્વ શ્રેષ્ઠ રીતે કલાકૃતિ કરવામાં આવી છે આ સાથે હાથીદાંતના લહેંગામાંથી બનાવેલ, હાઇલાઇટ વિન્ટેજ મલ્ટી-હ્યુડ પરંપરાગત જરદોઝી ભરતકામ કરવામાં આવ્યું હતું. આ લેંઘામાં બનારસી ટીશ્યુ દુપટ્ટો તેમના આકર્ષક લુકને કમ્પલેટ કરે છે. આ દુપટ્ટામાં હાથથી ભરતકામ કરવામાં આવ્યું હતું.મનીષ મલ્હોત્રાનું આ અદભૂત ભરતકામ લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.
નીતા અંબાણીની હેરસ્ટાઇલ સોફ્ટ કર્લ્સ એક બનમાં ભેગી કરવામાં આવી હતી.જે આકર્ષક રીતે ગુલાબી દુપટ્ટા સાથે જોડાયેલું હતું. આકર્ષક લુક માં નીતા અંબાણી પોતાના સમગ્ર પરિવાર સાથે ગરબાની મજા માણતા જોવા મળ્યા હતા હવે ટૂંક જ સમયમાં 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે જેમાં દેશ-વિદેશથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે આ સાથે બોલીવુડ હોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ પણ વિશિષ્ટ રીતે હાજરી આપશે પરંતુ તે પહેલા આ રાસ ગરબા નો કાર્યક્રમ સમગ્ર અંબાણી પરિવાર માટે ખાસ બન્યો હતો.જેમાં નીતા અંબાણીના આ લુક ના લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા અને તમામ લોકોના દિલ જીતી લીધા હતા.
આ પહેલા પણ નીતા અંબાણી આયોજિત થયેલા સમૂહ લગ્નમાં બનારસી ગુલાબી સિલ્ક સાડી પહેરી હતી જેમાં તેમણે સમૂહ લગ્નમાં નવદંપત્તિઓને આશીર્વાદ અને શુભકામના પાઠવી સમુહ લગ્નના આ ઉત્સવને વધુ આનંદમય બનાવ્યું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ તમામ દીકરીઓને સોના ચાંદીની ભેટ સાથે વિદાય આપી હતી. આ સિલ્ક સાડી ની કિંમત આશરે 95 હજાર આસપાસ બતાવવામાં આવી રહી છે આ પરથી અંદાજો લગાવી શકાય કે નીતા અંબાણી પોતાના દરેક સામાજિક અને પારિવારિક પ્રસંગોમાં ભારતીય પરંપરાગત રીતે સાડી પહેરવાનું વધારે પસંદ કરે છે ત્યારે તેમણે રાસ ગરબા ના આયોજનમાં પરિવાર ગુજરાતી સંસ્કાર પ્રમાણે પહેરવેશ પહેરી લોકોના દિલ જીતી લીધા હતા 12 જુલાઈ સુધી અંબાણી પરિવારમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરશે.