|

રાસ ગરબાની રાત્રીએ આકાશ અંબાણી કુર્તા કોટીમાં અને પત્ની શ્લોકા જોવા મળી રંગબેરંગી ચણિયાચોળીમાં જુઓ આકર્ષક તસવીરો

અનંત અંબાણીના લગ્નના દિવસોની શરૂઆત મામેરા વિધિથી કરવામાં આવી હતી. આ બાદ મામેરા વિધિની રાત્રીએ કોકીલાબેન અંબાણી તરફથી રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર અંબાણી પરિવાર સહિત આમંત્રિત મહેમાનોએ વિશિષ્ટ રીતે હાજરી આપી મન મૂકીને ગરબે રમ્યા હતા. જેમાં ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલે પોતાના સુરથી તમામ અંબાણી પરિવારના સભ્યોને ગરબે જુમાવ્યા હતા. અંબાણી પરિવારના ઘર આંગણે અનંત અંબાણી ના લગ્ન માટે પુરા જોશથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે 12 જુલાઈના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરશે. પરંતુ તે પહેલા તમામ અંબાણી પરિવારના સભ્યોએ ગરબાની રમઝટ જમાવી હતી.

આ ગરબાની રાત્રીએ આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા રાસ ગરબા ના કાર્યક્રમમાં ખૂબસૂરત ગ્રીન આઉટફિટસમાં જોવા મળ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ચાહકોએ આ કપલ પર પોતાનો પ્રેમ વરસાવ્યો હતો. આકાશે લીલા રંગના વિવિધ શેડ્સમાં તૈયાર થયેલ કુર્તા કોટી ની પસંદગી કરી હતી. જ્યારે શ્લોકા અંબાણી ફેશન ડિઝાઈનર તરુણ તાહિલિયા દ્વારા બનાવેલા ખૂબસૂરત લહેંગા માં જોવા મળી હતી. આ લેંઘામાં રેશમમાં ફ્રેન્ચ નોટ્સ અને સિગ્નેચર મિરર વર્ક સાથે જરદોસી થ્રેડોથી સમગ્ર પટોળા ને શણગારવામાં આવ્યું હતું.

આ સાથે આકાશ અંબાણીના કુર્તા કોટી ની વાત કરીએ તો તેણે પાયજામા સાથે લીલા રંગનો કુર્તો પહેર્યો હતો. તેણે પોતાનો લુક લીલા રંગના જેકેટ સાથે કમ્પલેટ કર્યો હતો. આ કપલે ગરબાની રાત્રી એ ખુબ સુંદર ફોટો શૂટ કરાવ્યું હતું જેની તસવીરો સ્લોકા મહેતાની બહેન દિયા મહેતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. આપને જણાવી દઈએ કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે આ કારણથી જ તમામ ચાહકોએ અલગ અલગ કોમેન્ટ કરી બંને લોકો પર પ્રેમ વરસાવ્યો હતો.

માત્ર એટલું જ નહીં પરંતુ શ્લોકા અને આકાશ અંબાણીએ પર્સનલ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેમાં શ્લોકા અંબાણી દુલ્હનની જેમ તૈયાર થઈ હતી અને અલગ અલગ અંદાજમાં પોઝ આપી પોતાની સુંદરતામાં વધારો કર્યો હતો ત્યારબાદ આકાશ અંબાણી પણ કુર્તા કોટીમાં ધમાકેદાર અને જોરદાર ફોટોશૂટ કરાવી તમામ લોકોને દંગ કરી દીધા હતા.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ રાસ ગરબાની રાત્રે અલગ અલગ અંદાજમાં પોઝ આપતા જોવા મળ્યા હતા પરંતુ આ પહેલા બંને લોકોએ રાસ ગરબાના સ્થળે ધમાકેદાર એન્ટ્રી કરી તમામ લોકોને ખુશ કરી દીધા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *